ફાટેલા દૂધની આ વાત જાણીને તમે પનીર બનાવવાનું છોડી દેશો

 અનેક લોકો એવું માને છે કે ફાટેલુ દૂધ ખરાબ હોય છે, અથવા તેનો ઉપયોગ માત્ર પનીર બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ફાટેલુ દૂધ અનેક રીતે તમારા શરીર માટે ફાયદાકારક હોય છે. જેટલા ફાયદા નોર્મલ દૂધના હોય છે, તેટલા જ ફાયદા ફાટેલા દૂધના પણ હોય છે. દૂધ કાચુ હોય, ઉકાળેલુ હોય, તેમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, પરંતુ દૂધ ફાટવા પર તેમાં ખટાશ આવવાને કારણે ટેસ્ટ સારો નથી લાગતો અને દૂધ ફાટી નીકળવું બહુ જ સામાન્ય બાબત છે. પરંતુ ફાટેલા દૂધનો ઉપયોગ કરીને તમે અનેક ફાયદા મેળવી શકો છો. તો આજે તેના ફાયદા વિશે જાણી શકો છો. 
ફાટેલા દૂધની આ વાત જાણીને તમે પનીર બનાવવાનું છોડી દેશો

નવી દિલ્હી : અનેક લોકો એવું માને છે કે ફાટેલુ દૂધ ખરાબ હોય છે, અથવા તેનો ઉપયોગ માત્ર પનીર બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ફાટેલુ દૂધ અનેક રીતે તમારા શરીર માટે ફાયદાકારક હોય છે. જેટલા ફાયદા નોર્મલ દૂધના હોય છે, તેટલા જ ફાયદા ફાટેલા દૂધના પણ હોય છે. દૂધ કાચુ હોય, ઉકાળેલુ હોય, તેમાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે, પરંતુ દૂધ ફાટવા પર તેમાં ખટાશ આવવાને કારણે ટેસ્ટ સારો નથી લાગતો અને દૂધ ફાટી નીકળવું બહુ જ સામાન્ય બાબત છે. પરંતુ ફાટેલા દૂધનો ઉપયોગ કરીને તમે અનેક ફાયદા મેળવી શકો છો. તો આજે તેના ફાયદા વિશે જાણી શકો છો. 

પ્રતિરક્ષક તંત્ર કરે મજબૂત
ફાટેલા દૂધના પાણીમાં પ્રોટીનની માત્ર બહુ જ વધુ હોય છે. આ પાણી તમારા માટે બહુ જ ફાયદાકારક હોય છે. જેમ આ પાણીમાં માંસપેશીઓની તાકાત વધે છે. તેનાથી ઈમ્યુન પાવર વિકસીત થાય છે. આ પાણીમાં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે અને તેનાથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ રહે છે. તેના પાણીથી શરીર પર કોઈ પણ પ્રકારનો ખરાબ પ્રભાવ પડતો નથી. 

કોલેસ્ટ્રોલથી કરે છે કન્ટ્રોલ
અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, નિયમિત રીતે ફાટેલા દૂધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, તો હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. 

લોટને બનાવે છે નરમ 
તમે આ પાણીનો પ્રયોગ રોટલીનો લોટ ગૂંથવામાં પણ કરી શકો છો. જેનાથી બનનારી રોટલીઓ બહુ જ નરમ અને મુલાયમ હોય છે. તથા તેનો સ્વાદ પણ વધી જાય છે. આ સાથે જ તમને તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ પાણીના થેપલા કે લોટમાં નાખીને તેમાંથી અનેક પ્રકારના વ્યંજન પણ બનાવવાના કામમાં લઈ શકાય છે. દૂધ રક્તસંચારને સારુ રાખે છે. જેનાથી ત્વચાની કોશિકાઓ સ્વસ્થ રહે છે. 

ચહેરા માટે ઉપયોગી
તમે આ ફાટેલા દૂધને બેસન, હળદર અને ચંદનમાં મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી શકો છો. તે ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરશે. ત્વચાને પણ કોમળ બનાવશે.

ઈંડામાં મિક્સ કરીને સેવન કરવું
ફાટેલા દૂધના ઘટ્ટ પદાર્થને ઈંડામાં મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી ઈંડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉકાળેલા ઈંડાને તેમાં મિક્સ કરીને ખાવાથી તે બહુ જ ટેસ્ટી લાગે છે. તેનું સેવન કરીને તમારા શરીરને પ્રોટીન અને કેલ્શિયમની માત્રા સાથે મળી રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news