Health Tips: ચા પીવાના નુક્સાન ગણાવતા લોકો ચા પીવાના ફાયદા પણ જાણી લો, શરીરને થાય છે અનેક લાભ

ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે.

Health Tips: ચા પીવાના નુક્સાન ગણાવતા લોકો ચા પીવાના ફાયદા પણ જાણી લો, શરીરને થાય છે અનેક લાભ

ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવુ જ જોઈએ.

આવો પહેલા જાણીએ છે ચા પીવાના ફાયદા 
- ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિનો અનુભવ હોય છે. 
- ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે. 
- ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે. 
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રાખે છે અને ઘણા રોગોથી બચાવે છે. 
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમ્રની સાથે થતા નુકશાનથી બચાવે છે. 
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે. 
- આટલું જ નહી પણ ઘણા શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે. 
 
હવે તમને જણાવીએ છે તેનાથી થતા નુકસાન વિશે 
- દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની શિકાયત થઈ શકે છે. 
- તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે. 
- વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીજ અને વજન વધારવાની પણ શકયતા રહે છે. 
- પાચન ક્રિયાને નબળું બનાવે છે ચા. 
- દાંત પર પણ તેનો ખરાબ અસર પડે છે.  

વધતી ઉંમરને રોકે છે
આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એંજીગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે. મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુ યુક્ત ચા પીવાનુ શરૂ કરવુ જોઈએ. આદુમાં ચહેરા પરની કરચલીઓ સાથે એન્ટી એજીંગની સમસ્યાને દૂર કરવાની ગજબની તાકાત રહેલી છે પણ તેનો ફાયદો ત્યારે જ અનુભવી શકશો જ્યારે તેનો ઉપયોગ કરશો.
તણાવમાંથી રાહત અપાવે
આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે, જેથી તમારો તણાવ ઓછો થશે. આમ આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે.

આયુર્વેદિક ફાયદા
આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત, પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતાં અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી હવેથી માત્ર આદુવાળી ચા પીઓ અને સ્વસ્થ રહો.

શરદી-ખાંસી થાય દૂર
જો તમને કાયમ શરદી રહેતી હોય અને અથવા તો ખાંસી રહેતી હોય, તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આદુવાળી ચા તમારી આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે કારણ કે આદુવાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શરદી ખાસીમાં રાહત થશે.

ભુખ ઉઘડશે
ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news