Benefits of Belpatra: શિવજીને પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્ય પણ સુધારે છે, રોજ સવારે ખાલી પેટ ખાવાથી થાય છે અનેક લાભ

Benefits of Belpatra: બીલીના ફળની જેમ બીલીપત્રને પણ ખાઈ શકાય છે. અને આ પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ રોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવામાં આવે તો શરીરને કેવા ફાયદા થાય છે અને કેટલા દિવસમાં ?

Benefits of Belpatra: શિવજીને પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્ય પણ સુધારે છે, રોજ સવારે ખાલી પેટ ખાવાથી થાય છે અનેક લાભ

Benefits of Belpatra: બીલીપત્ર જેને સંસ્કૃતમાં બિલ્વ પત્ર પણ કહેવાય છે તે પવિત્ર ઝાડના પાન હોય છે. શ્રાવણ માસ દરમિયાન શિવજીની પૂજા થાય ત્યારે ખાસ બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બીલીપત્ર શિવજીને અતિ પ્રિય છે. બીલીના ઝાડના આ પાનનું મહત્વ જેટલું વેદો અને પુરાણોમાં કહેવાયું છે એટલું જ મહત્વ આયુર્વેદમાં પણ છે. આયુર્વેદ ચિકિત્સીય પદ્ધતિમાં પણ બીલીપત્રના ફાયદા જણાવવામાં આવ્યા છે. 

બીલીપત્ર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. બીલીપત્રમાં કેલ્શિયમ, ફાઇબર, વિટામીન સહિતના પોષક તત્વો પણ હોય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે બીલીના ફળની જેમ બીલીપત્રને પણ ખાઈ શકાય છે. અને આ પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ રોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવામાં આવે તો શરીરને કેવા ફાયદા થાય છે અને કેટલા દિવસમાં ?

બિલીપત્ર ખાવાથી થતા ફાયદા 

પાચન સુધરશે

બીલીપત્ર ફાઇબરથી ભરપૂર હોય છે તેને રોજ સવારે ખાલી પેટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. બીલીપત્ર ખાવાથી પેટમાં સોજાની સમસ્યા રહેતી નથી. તેને ખાવાથી એસિડિટી, ગેસ અને અપચા જેવી રોજ થતી સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે. 

હરસ 

જો કોઈ વ્યક્તિને હરસ જેવી સમસ્યા હોય તો તેણે રોજ સવારે ડેલી રૂટિનમાં બીલીપત્રનો સમાવેશ કરવો જોઈએ. સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાથી હરસની સમસ્યામાં રાહત થાય છે. 

વાળ માટે લાભકારી

બીલીપત્રનો રસ પીવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે. બીલીપત્ર વાળને મુલાયમ અને સુંદર બનાવે છે. 

બ્લડ સુગર કરે છે કંટ્રોલ

બીલીપત્ર બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી છે. જો તમે ભોજનની સાથે બીલીપત્રનો સમાવેશ કરો છો તો શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન સુધારવા લાગે છે. જેના કારણે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news