કોઈ તમને આળસુ કહે તો ખીજાશો નહીં, આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ

શું તમે આળસુ છો? અને આળસુ હોવાથી રોજ લોકો તમને મેણા મારે છે? તો બસ જાણી લો આળસુ થવાના આ ફાયદા. આળસુ લોકો પુરતી ઊંઘ લેતા હોય છે અને સ્ટ્રેસથી દૂર રહેતા હોવાના કારણે મોટાભાગની સમસ્યાઓથી મુક્ત રહે છે. થોડાક આળસુ હોવાથી કોઈ નુકસાન નથી થતું પરંતુ માત્ર ફાયદા જ થાય છે.
 

કોઈ તમને આળસુ કહે તો ખીજાશો નહીં, આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તું તો સાવ આળસુ છે, તું તો આળસુ નો પીર છે...સામાન્ય રીતે નાનપણથી આપણે આવતા વાક્યો સાંભળતા આવ્યાં છીએ. પણ શું તમે જાણો છો કે આળસુ હોવાના પણ અનેક ફાયદા હોય છે. સાંભળીને નવાઈ લાગશે પણ હાં આ વાત સાચી છે. આળસુ માણસમાં પણ અનેક એવી ખાસિયત હોય છે જે તેેને બીજા કરતા વિશેષ બનાવી દે છે. વિવિધ સર્વેમાં પણ એ વાત સાબિત થઈ ચુકી છે. નિષ્ણાતો પણ એ વાતનો સ્વીકાર કરે છેકે, ક્યારેક આળસુ લોકો બીજા લોકો કરતા વધારે સારું કામ કરી લેતાં હોય છે.

જે લોકો વહેલી સવારે ઉઠીને દિવસની શરૂઆત કરે છે. તેમને જોઈને મોડા સુધી પથારીમાં આરામ ફરમાવતા લોકોને શરમ આવી જતી હોય છે અથવા તો અફસોસ થતો હશે કે આળસના લીધે ઘણુ બધુ છૂટી જાય છે. તો સાવધાન થઈ જાય આળસુ લોકો. કારણે કે, આળસુ હોવાના પણ અનેક ફાયદા છે. હવે તમારે અફસોસ કરવાની કે દુ:ખી થવાની જરૂર નથી, મગજને સંપૂર્ણ આરામ આપવામાં તો સર્જનાત્મકતા વધે છે. એવું કહેવાય છે કે મહાન વિચારો પણ રિલેક્સ મુડમાં હોવ ત્યારે જ આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે આળસ સૌથી વધારે ખરાબ હોય છે પરંતુ આ 100 ટકા સાચું નથી. કારણકે સાયન્સ પણ માને છે કે, કેટલીક હદ સુધી આળસુ હોવું મગજ અને સ્વાસ્થ્ય માટે સારૂ છે. આળસુ લોકો મગજથી રિલેક્સ હોય છે અને તેમને સુવા માટે ક્યારેય પરેશાની આવતી નથી.

યોગ્ય ઊંઘ ન લેવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. ઊંઘ ન આવવી અને સ્ટ્રેસથી વધુ ખાવાની ઈચ્છા થઈ જતા પાચન ક્રિયાને નુકસાન પહોંચે છે. સારી ઊંઘ ન લેવાથી દિલની બીમારી, ડિપ્રેશન, ચિંતા વધે છે આળસુ લોકો પુરતી ઊંઘ લેતા હોય છે અને સ્ટ્રેસથી દૂર રહેતા હોવાના કારણે આ બધી સમસ્યાઓથી મુક્ત રહે છે.
એક અભ્યાસ મુજબ, આળસુ લોકોનું ફોકસ વધારે સારૂ હોય છે. આવા લોકો ક્રિએટીવ પણ વધારે હોય છે. મગજ શાંત હોવાને કારણે નવા નવા આઈડિયા પણ મગજમાં આવતા રહે છે. આળસુ લોકોની યાદાસ્ત સારી હોય છે. આળસુ લોકોમાં એકાગ્રતા પણ વધારે હોય છે. આળસુ લોકો ચતુર હોય છે. કામ બીજા પાસે કેવી રીતો કઢાવવું તેની કળા સારી રીતે જાણતા હોય છે.

ઇમોશનલી સ્ટેબલ હોવાના કારણે આળસુ લોકો રિલેશનશિપ નિભાવવામાં ખુબ જ સારા હોય છે. આળસુ લોકો લાંબા ગાળાના લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આળસુ લોકો વધુ પડતું વિચારતા ન હોવાથી તેઓ પ્રવાહ સાથે ઢળી જતા હોય છે. આળસુ લોકો આરામ કરવા મળે તે માટે પણ ખુબ જલદીથી કામ પુરુ કરી લેતા હોય છે. એમ તો આળસુ લોકો ખુબ સમય બરબાદ કરતા હોય છે. પરંતુ કામની વાત આવે ત્યારે તેને ઝડપથી પુરુ કરી લેતા હોય છે. આળસુ લોકોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ખુબ સરસ હોય છે. આળસુ લોકો બધા જ કામને એકસરખી રીતે જોતા હોય છે એટલે તેમને તણાવ, ચિંતા પણ નથી થતી. પરંતુ હા, ધ્યાન રાખજો હદથી વધારે આળસ પણ નુકસાનકારક જ હોય છે.

જાણીતા જનરલ ફિજિશિયન ડૉ.વર્ષા જૈને જણાવ્યુંકે, આળસુમાં કેટલીક ખાસિયત હોય છે. આવા લોકો ચોક્કસથી ક્રિએટિવ હોય છે. પ્રોડક્ટિવ પણ હોય છે. પરંતુ આળસ પણ એક લિમિટ સુધી જ હોવી જોઈએ નહી તો તેના ગેરફાયદા પણ જોવા મળે છે. એટલે કે આળસુ લોકો નવા આઇડિયા વિચારે, સારી ઊંઘ લે, શાંત મગજના હોય છે. અને આ જ ક્વોલિટીનો ફાયદો મેળવી સફળતા મેળવી શકાય છે. પંરતુ જો વધારે પડતી આળસ કરવામાં આવે તો આ ક્વોલિટીનો ફાયદો ક્યારેય નથી મળતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news