Apple cider vinegar: બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણી લો તેની આડઅસરો વિશે
Apple cider vinegar: કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. જો તમે પણ આંખ બંધ કરીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો હવેથી આવી ભૂલ ન કરતા. આજે તમને એપલ સાઇડર વિનેગરથી થતી આડઅસર વિશે જણાવીએ. જેના વિશે જાણીને જ નક્કી કરજો કે તમારે આ ટ્રેન્ડ ફોલો કરવો છે કે નહીં.
Trending Photos
Apple cider vinegar: વજન ઘટાડવાનો ક્રેઝ એટલો બધો વધારે છે કે લોકો વજન ઘટાડવાનો જે નવો ટ્રેન્ડ આવે તેને ફોલો કરવા લાગે છે. હાલ આવો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એપલ સાઇડર વિનેગર પીવાનો. સવારના સમયે ખાલી પેટ એપલ સાઇડર વિનેગર પીવાથી વજન ઘટવા સહિતના ફાયદા થાય છે. આ ફાયદાઓ માટે અનેક લોકો આ ટ્રેન્ડને ફોલો કરે છે. હકીકતમાં એપલ વિનેગરથી ફાયદા તો થાય છે પરંતુ તેની સાથે તેની આડ અસરો પણ હોય છે.
કોઈપણ વસ્તુનું સેવન કરતાં પહેલાં તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. જો તમે પણ આંખ બંધ કરીને કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો હવેથી આવી ભૂલ ન કરતા. આજે તમને એપલ સાઇડર વિનેગરથી થતી આડઅસર વિશે જણાવીએ. જેના વિશે જાણીને જ નક્કી કરજો કે તમારે આ ટ્રેન્ડ ફોલો કરવો છે કે નહીં.
ખાલી પેટ એપલ સાઈડર વિનેગર પીવાથી થતા નુકસાન
બગડી શકે છે પાચન
જો લાંબા સમય સુધી ખાલી પેડ એપલ સાઈડર વિનેગર પીવામાં આવે તો તે પાચન માટે હાનિકારક છે. જો પંદર દિવસથી વધુ સમય સુધી ખાલી પેટ વિનેગર પીવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ ખરાબ થઈ શકે છે કારણ કે વિનેગરમાં હાઈ એસિડ હોય છે જે પેટની અંદરની પરતને નુકસાન કરે છે.
બ્લડ સુગર લેવલ ઘટી શકે છે
એપલ સાઇડર વિનેગરના ઘણા બધા ફાયદા છે પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે તેમણે વિનેગર પીતા પહેલા સાવધાન રહેવું. નિષ્ણાંતો જણાવે છે કે એપલ સાઈડર વિનેગર બ્લડ સુગરને સ્થિર રાખે છે. પરંતુ ખાલી પેટ તેનું સેવન કરો છો તો તેની આડઅસર પણ થઈ શકે છે. વિનેગરના કારણે બ્લડ સુગર ઝડપથી ઘટી શકે છે.
દાંતને નુકસાન
જો તમે એપલ સાઇડર વિનેગરને પાણીમાં મિક્સ કર્યા વિના પીવો છો તો આજથી જ સતર્ક થઈ જાઓ. વિનેગરના કારણે દાંતનું ઈનેમલ ખરાબ થઈ શકે છે. વિનગરમાં હાઈ એસીડીક કન્ટેન્ટ હોય છે. જે દાંતને ખરાબ કરી શકે છે અને દાંતનો રંગ પીળો પાડે છે.
રિએક્શન
વિનેગરની સાથે કેટલીક દવાઓનું સેવન કરવામાં આવે તો તેનાથી રિએક્શન પણ આવી શકે છે. જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય અને તમે અલગ અલગ દવાઓ લઈ રહ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ વિનેગરનું સેવન કરજો. કેટલીક દવાઓ અને વિનેગર સાથે મળે તો તેનું રિએક્શન તબિયત બગાડી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે