Oral Health: બ્રશ કર્યા પછી તુરંત આ વસ્તુઓ ખાવા-પીવાની ભુલ ન કરવી, નબળા પડી જાશે દાંત અને પેઢા

Oral Health: મોટાભાગના લોકો બ્રશ કર્યા પછી તુરંત જ ખાવા પીવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રશ કર્યા પછી તુરંત જ કેટલીક વસ્તુઓ ખાવી દાંત માટે હાનિકારક છે ? કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને બ્રશ કર્યા પછી તુરંત ખાવામાં આવે તો તેનાથી દાંતના ઈનેમલ ને નુકસાન થાય છે.

Oral Health: બ્રશ કર્યા પછી તુરંત આ વસ્તુઓ ખાવા-પીવાની ભુલ ન કરવી, નબળા પડી જાશે દાંત અને પેઢા

Oral Health: દાંતની સફાઈ માટે નિયમિત બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. સવારે જાગ્યા પછી સૌથી પહેલું કામ બ્રશ કરવાનું હોય છે. પરંતુ મોટાભાગના લોકો બ્રશ કર્યા પછી તુરંત જ ખાવા પીવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રશ કર્યા પછી તુરંત જ કેટલીક વસ્તુઓ ખાવી દાંત માટે હાનિકારક છે ? કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને બ્રશ કર્યા પછી તુરંત ખાવામાં આવે તો તેનાથી દાંતના ઈનેમલને નુકસાન થાય છે.

દાંતની ઉપર એક પડ હોય છે જેને ઇનેમલ કહેવાય છે જે ખૂબ જ કઠોર હોય છે અને દાંતને મજબૂત બનાવે છે. જ્યારે આપણે બ્રશ કરીએ છીએ તો પેઢા અને દાંતમાંથી ભોજનના કણ અને બેક્ટેરિયા હટી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઈનેમલ પણ થોડું ઘસાય છે. આ સ્થિતિમાં બ્રશ કર્યા પછી તુરંત જ જો ખાવા પીવાની શરૂઆત કરી દેવામાં આવે તો ઈનેમલ પર જે એસિડ હોય છે તે વધારે ઘસાવા લાગે છે અને તેનાથી દાંતની ચમક ઘટી જાય છે સાથે જ પેઢામાં દુખાવો પણ થઈ શકે છે.

બ્રશ કરવા માટે જે ટૂથપેસ્ટનો ઉપયોગ થાય છે તેમાં પણ એવા તત્વ હોય છે જે એનિમલ પરના એસિડને હટાવે છે આવી સ્થિતિમાં જો તમે બ્રશ કર્યા પછી તુરંત જ કંઈક ખાવ છો તો દાંત અને પેઢાને નુકસાન થાય છે. 

ડેન્ટલ એક્સપર્ટ અનુસાર બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી 20 મિનિટ સુધી કંઈ પણ ખાવું કે પીવું જોઈએ નહીં. 20 મિનિટ દરમિયાન ઈનેમલ પર જે એસિડ ઘસાયું હોય છે તે રિકવર થઈ જાય છે. જો તમને ભૂખ લાગે તો તમે પાણી પી શકો છો અથવા તો કોઈ હળવું પીણું પી શકો છો. પરંતુ બ્રશ કર્યા પછી તુરંત બાદ કંઈપણ ખાવું અને ખાસ કરીને સ્પાઈસી ફુડ ખાવાનું બિલકુલ ટાળવું. મસાલેદાર ભોજનમાં રહેલા તત્વો ઈનેમલને વધારે નુકસાન કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news