આ 5 કારણોથી રહે છે કેન્સરનું સૌથી વધુ જોખમ, જાણો કેવી રીતે બચી શકો

આ 5 કારણોથી રહે છે કેન્સરનું સૌથી વધુ જોખમ, જાણો કેવી રીતે બચી શકો

તમને કોઈ પણ વસ્તુથી કેન્સર થઈ શકે છે. સૂરજના પ્રકાશથી પણ કેન્સર થઈ શકે છે. આ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે તમારી ઈમ્યુનિટી સિસ્ટમ આ બધુ કેટલું સહન કરી શકે છે. આમ છતાં કેટલીક વસ્તુઓ એવી છે જે કેન્સરના પ્રમુખ કારણોમાં ગણી શકાય. 

ઓક્સીજનથી પણ કેન્સર?
કેન્સરના વાસ્તવિક કારણો તો જાણવા મળ્યા નથી પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જેના કારણે કેન્સર થઈ શકે છે. દાખલા તરીકે તમે જો એમ જાણતા હોવ કે આપણે ઓક્સીજન વગર જીવિત રહી શકતા નથી, પરંતુ ફ્રી રેડિકલ્સ તરીકે હાજર ઓક્સીજન કેન્સરનું એક મહત્વનું કારણ હોઈ શકે છે. 

ઉંમર
મોટાભાગના કેન્સર 65 વર્ષની ઉંમર બાદ થતા હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણી કોશિકાઓના પુર્નનિર્માણની પ્રક્રિયા  ખતમ થવા લાગે છે. આ પરિસ્થિતિઓમાં આપણને કેન્સર થવાનું જોખમ વધી જાય છે. 

શારીરિક ગતિવિધિઓનો અભાવ
જે લોકો વધુ શારીરિક પરિશ્રમ કરતા નથી કે પછી જેમનું વજન વધુ છે તેમને અનેક પ્રકારના કેન્સર થવાનું જોખમ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. 

વારસાગત
મોટાભાગના કેન્સર આપણા  ગણસૂત્રોના નિર્માણની પ્રક્રિયા પર નિર્ભર  કરે છે. ગણસૂત્રો એટલે કે જીન્સમાં થનારા ફેરફાર અનેકવાર વારસાગત હોય છે. અત્યંત દુર્લભ મામલાઓમાં મેલાનોમા અને સ્તન કેન્સર, ઓવરી કેન્સર, પ્રોસ્ટેટ અને કોલન કેન્સર એક પેઢીથી બીજી પેઢીમાં આવી શકે છે. તેનો અર્થ એ નથી કે જો તમારા માતા પિતામાંથી કોઈને કેન્સર હોય તો તમને પણ આ અવશ્ય થશે જ. 

હોર્મોન્સ
અનેકવાર હોર્મોન્સના અસંતુલનના કારણે પણ કેન્સર થઈ શકે છે. અભ્યાસમાં સાબિત થયું છે કે જે મહિલાઓ વિવિધ હોર્મોન થેરેપી દરમિયાન એસ્ટ્રોજન લે છે અથવા તો આ હોર્મોન તેમનામાં હાજર હોય તો તેમને કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. કેટલાક અભ્યાસમાં ગર્ભનિરોધક ગોળીઓને પણ તેનું કારણ ગણવામાં આવ્યું છે. જો કે તેના અંગે ડેટા ઘણો અસ્પષ્ટ છે. 

તમાકુ
ટાર અને નિકોટિન કેન્સર પૂર્વની પરિસ્થિતિઓ અને કેન્સરના કારણો હોઈ શકે છે. ધુમ્રપાન કેન્સરથી થનારા મોતનું  સૌથી મોટું કારણ છે. કેન્સરથી થનારા મોતમાં દર ત્રીજુ મોત આ જ કારણે થાય છે. ધુમ્રપાન ઉપરાંત તમાકુનું અન્ય રીતે સેવન પણ મોઢાના  કેન્સરનું કારણ બની શકે છે. 

વિકિરણ
જમીન અને વાતાવરણમાં હાજર કોસ્મિક કિરણો રેડિએશનનું મહત્વનું કારણ છે. કોસ્મિક કિરણો રેડન ગેસ, રેડિએક્ટિવ સ્ત્રાવ, એક્સ રે અને પરમાણુ હથિયારોમાંથી નીકળે છે. આ વિકિરણથી કોશિકાઓને નુકસાન થાય છે અને તેનાથી કેન્સર થાય છે. ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની આસપાસ રહેનારા લોકો કે તેમા કામ કરનારા લોકોને આ પ્રકારના વિકિરણથી જોખમ રહેલું છે. 

આ ઉપરાંત પ્રદૂષણ, આહાર, આલ્કોહોલ, વાઈરસ અને બેક્ટેરિયા તથા દવાઓ પણ કારણ બની શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news