કડકડતી ઠંડીમાં એક ચમચી મધનું કરો સેવન, થાય છે આ 11 ચમત્કારિક ફાયદા
Trending Photos
અત્યારે ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફેટ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે અને એટલે પણ મધ ફાયદાકારક હોય છે.
મેડિકલમાં તેને એન્ટિબાયોટિક ગુણ કહેવાય છે. મધમાં વિટામીન બી-1 અને બી-6 પણ હોય છે. મધમાં મળી આવતા તત્વોના કારણે તે દવાની સાથે સાથે પોષક પદાર્થ પણ ગણાય છે. આવો જાણીએ કે એક ચમચી મધના સેવનથી શું ફાયદા થાય છે.
1. સારી ઊંઘ
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે મધમાં સેરોટોનિન કેમિકલ હોય છે જે મૂડને સારો કરે છે. ખરાબ મૂડ માટે જવાબદાર કેમિકલમાં ફેરફાર કરે છે. આવામાં જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. ઊંઘ સારી આવશે.
2. મજબુત રોગપ્રતિકારક શક્તિ
એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોવાના કારણે મધનુ સેવન રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે.
3. બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે
રોજ એક ચમચી મધ ખાવાથી કે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
4. શરદી ઉધરસમાં ફાયદાકારક
વર્ષ 2012ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે રોજ 2 ચમચી મધ ખાવાથી ઊધરસમાં રાહત રહે છે. આ સાથે જ તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોવાના કારણે તેનું સેવન ઈન્ફેક્શન પેદા કરનારા બેક્ટેરિયાને ખતમ કરે છે.
5. હ્રદય મજબુત રહે છે
મધનું સેવન લોહીમાં પોલીફોનિક એન્ટિઓક્સિડન્ટનું લેવલ વધારે છે જેનાથી હ્રદયની બીમારીઓથી બચી શકાય છે.
6. વજન ઓછું કરે છે.
મધ ભૂખને નિયંત્રિત કરે છે જેનાથી વજન ઓછુ થાય છે. રાતે સૂતા પહેલા મધનું સેવન કરવાથી વધુ કેલરી બળે છે. આ ઉપરાંત ચા, કોફી કે કોઈ પણ વેઈટ લોસ ડ્રિંકમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો. તેનાથી વજન કંટ્રોલમાં રહેશે.
7. એનર્જી બુસ્ટર
મધમાં રહેલા ગ્લુકોઝને શરીર તરત જ એબ્ઝોર્બ કરી લે છે. જેનાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાય છે. આ સાથે જ એક્સસાઈઝ કરતા પહેલા અડધી ચમચી મધ ખાવાથી થાક નથી લાગતો. ચા કે કોફીમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે.
8. સ્કિન સુંદર બનાવે છે
ઠંડીમાં મધથી ચહેરા પર 30 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. તે સ્કિન માટે નેચરલ મોશ્ચેરાઈઝરનું કામ કરે છે. તેનાથી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તમે ખીલ, દાગ-ધબ્બા અને સ્કિન ડ્રાયનેસથી પણ બચી શકો છો.
9. એન્ટી એજિંગ
મધમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. જે સ્કિનમાં પડતી કરચલીઓની સમસ્યાને રોકે છે. આ સાથે જ મધ ખાવાથી કે લગાવવાથી મૃત કોશિકાઓમાં જીવ આવે છે.
10. ત્વચાનો રંગ નીખારે છે
ત્વચાનો રંગ નીખારવા માટે મધ, દૂધ, પપૈયુ અને મિલ્ક પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી સૂકાઈ જાય એટલે ચહેરો ધોઈ નાખો. રોજ આ પેક લગાવવાથી ત્વચાનો રંગ નીખરવા લાગશે.
11. વાળ સંબંધિત સમસ્યાઓ દૂર કરે
મધમાં જૈતુનનું તેલ મિક્સ કરીને રાતે સૂતા પહેલા વાળના છેડા અને સ્કલ્પ પર લગાવો. સવારે વાળ શેમ્પૂથી ધોઈ નાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછુ બે વાર આ રીતે કરવાથી બે મોઢાનાવાળ, ડેન્ડ્રફ અને રૂક્ષવાળની સમસ્યા દૂર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે