Zee 24 Kalak Opinion Poll: મહિલા વર્ગમાં ભાજપ અને પુરૂષ વર્ગમાં કોંગ્રેસ, જાણો મતદારોની પસંદ કોણ?

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઝી 24 કલાકે રાજ્યના 33 જિલ્લામાં 2 લાખ લોકોને મળી સૌથી મોટો ઓપિનિયન પોલ તૈયાર કર્યો છે. ઝી 24 કલાકે મહિલા, પુરુષ અને દરેક ઉંમર વર્ગ પ્રમાણે જાણવાનો પ્રયાસ કર્યો કે કોને કઈ પાર્ટી પસંદ છે. 
 

Zee 24 Kalak Opinion Poll: મહિલા વર્ગમાં ભાજપ અને પુરૂષ વર્ગમાં કોંગ્રેસ, જાણો મતદારોની પસંદ કોણ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. 

ઝી 24 કલાકનો મોટો સર્વે
ગુજરાતની ચૂંટણી પહેલા ઝી 24 કલાકે 33 જિલ્લામાં બે લાખ જેટલા લોકો પાસે પહોંચીને તેનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે. અમે મહિલા, પુરૂષ વર્ગમાં કઈ પાર્ટી પસંદ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ઉંમર વર્ગ પ્રમાણે લોકો કઈ પાર્ટીને પસંદ કરી રહ્યાં છે, ઝી 24 કલાકના સર્વેમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. 

પુરુષ મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        42%
કોંગ્રેસ        46%
AAP        7%
કહી ન શકાય/અન્ય    5%

મહિલા મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        58%
કોંગ્રેસ        24%
AAP        11%
કહી ન શકાય/અન્ય    7%

ઉંમર પ્રમાણે મતદારોની પસંદ કોણ છે?
ઉંમર    ભાજપ    કોંગ્રેસ    AAP    અન્ય
18-25    37%    33%    15%    15%
26-35    49%    34%    9%    8%
36-50    54%    36%    7%    3%
51-60    52%    34%    8%    6%
61થી ઉપર    54%    36%    4%    6%
કુલ    49%    35%    9%    8%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news