મોટો ઘટસ્ફોટ: યુવરાજસિંહ જાડેજાએ કરેલા તોડકાંડના પોલીસે જાહેર કર્યા CCTV, મચ્યો ખળભળાટ
ડમી ઉમેદવાર કાંડની આડમાં થયેલા તોડકાંડમાં પોલીસે CCTV જાહેર કર્યા છે. જેમાં યુવરાજસિંહ જાડેજાએ 2 આરોપીના નામ છૂપાવવા 1 કરોડ રૂપિયા લીધાનો આરોપ છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ભાવનગર કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. જેમાં પોલીસ એક પછી એક ઘડાકો કરી રહ્યું છે. યુવરાજસિંહની વોટ્સએપ ચેટ બાદ હવે પોલીસે તોડકાંડના CCTV જાહેર કર્યા છે.
ડમી ઉમેદવાર કાંડની આડમાં થયેલા તોડકાંડમાં પોલીસે CCTV જાહેર કર્યા છે. જેમાં યુવરાજસિંહ જાડેજાએ 2 આરોપીના નામ છૂપાવવા 1 કરોડ રૂપિયા લીધાનો આરોપ છે. પોલીસે જાહેર કરેલા સીસીટીવીમાં દેખાય છે કે તારીખ 04-04-2023 ના ઘનશ્યામ ધાંધલ અલ્ટો કાર નંબર GJ04BE9869 લઈને આવે છે. જેને પ્રદીપ અને જિગો પૈસાની બેગ આપી રીટર્ન થાય છે. જે બેગ આપવા ઘનશ્યામ ધાંધલ જાય છે. તા.૦૩/૦૪/૨૦૨૩ ના રોજ પ્રદિપનું પેમેન્ટ આપીને પરત આવી પ્રદિપ અને જીગાને વિરાણી સર્કલ ઉતારવામાં આવેલ જયા તેઓએ બાઇક મુક્યું હતુ જે બાઇલ લઇને જતા રહે છે.
તારીખ 03-04-2023 ના રોજ પ્રદિપનું પેમેન્ટ (ઇન્સ્ટોલમેન્ટ-૧) વિકટોરીયા પ્રાઇમ (યુવરાજસિંહના સાળાની ઓફીસની બહાર પૈસાનો થેલો આપેલ) પેમેન્ટ આપીને લખુભા હોલથી TATA NEXON કારમાં પરત આવતા ધનશ્યામભાઇ, પ્રદિપ અને જીગાદાદા દેખાઈ રહ્યા છે. તારીખ 03-04-2023ના રોજ ઘનશ્યામ TATA Nexon કાર લઇને આવે છે. જેમા પ્રદિપ અને જીગો પૈસા ભરેલ બેગ લઇને પેમેન્ટ આપવા જાય છે. તારીખ 03-04-2023ના રોજ રાત્રે કાનભા સફેદ બેગ લઇને Victoria Prime બીલ્ડિંગમાં જતા જોવા મળે છે.
યુવરાજની ચેટમાં ખુલાસો
બિપિન ત્રિવેદીની યુવરાજ સાથે વોટ્સ એપ ચેટ, જેમાં તા.31/03/2023 ના રોજ યુવરાજ વોટ્સ એપ કોલ જ કરવા કહે છે તથા તા.03/04/2023 ના રોજ બિપિન યુવરાજને ઘનશ્યામને મળતા જવા કહે છે. યુવરાજની પ્રેસના બીજા દિવસે છાપામાં ન્યુઝ આવતા તા.06/04/2023 ના રોજ બિપિન ત્રિવેદી યુવરાજને વોટસએપમાં pk અને rkનું પૂછે છે, જેમાં યુવરાજ પોતે pk અને rkનું નામ નથી દીધું તેવું જણાવે છે.
ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા, ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેસન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે