Love Jihad: પતિના હવસના ખેલમાં પત્ની પણ સામેલ, વીડિયો વાયરલ કરવાનું કહીં પીડિતા પર આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં લવ જેહાદને (Love Jihad) લઇ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં લવ જેહાદના બનાવો ઘટવાનું નામ લઈ રહ્યા નથી. વલસાડ (Valsad) જિલ્લામાં ફરી એકવાર વિધર્મી યુવકે નામ બદલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી (Trapped Girl) છે

Love Jihad: પતિના હવસના ખેલમાં પત્ની પણ સામેલ, વીડિયો વાયરલ કરવાનું કહીં પીડિતા પર આચર્યું દુષ્કર્મ

ઉમેશ પટેલ/ વલસાડ: રાજ્યમાં લવ જેહાદને (Love Jihad) લઇ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં લવ જેહાદના બનાવો ઘટવાનું નામ લઈ રહ્યા નથી. વલસાડ (Valsad) જિલ્લામાં ફરી એકવાર વિધર્મી યુવકે નામ બદલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી (Trapped Girl) છે. આ વખતે યુવતીને પોતાના કંટ્રોલમાં રાખવા માટે વિધર્મી યુવકે તેના નગ્ન વીડિયો (Nude Videos) પણ ઉતાર્યા હતા. જો કે, આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, આ કથિત લવ જેહાદમાં યુવકની પત્ની (Wife) પણ સામેલ હતી. આમ એક પત્ની પોતાના વ્યાભિચારમાં સામેલ થવાના કેસમાં વલસાડ પોલીસે (Valsad Police) ગણતરીના સમયમાં આ કપલને ઝડપી પાડ્યું છે.

વલસાડ પોલીસ (Valsad Police) સ્ટેશનમાં એક યુવતીએ પોતાની ઓળખ ગુપ્ત રાખીને ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વિધર્મી યુવકે છેલ્લા કેટલાય સમયથી પીડિત યુવતીને (Victim Girl) પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ પ્રેમ સિંઘાનિયા નામનો એક હિન્દુ યુવક (Hindu youth) તરીકે પોતાની ઓળખ આપી હતી અને તેને મુસ્લિમ પરિવારે (Muslim Family) દત્તક લીધો હોવાનું પીડિતાને જણાવ્યું અને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. આ દરમિયાન આરોપીએ પીડિતાને તેની સાથે લગ્ન (Marriage) કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ (Rape) પણ આચર્યું હતું.

જો કે, એક દિવસ આરોપીએ પીડિતા પાસે તેના નગ્ન વીડિયોની માંગ કરી હતી. પરંતુ પીડિતાએ ના પાડતા યુવકે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીએ આરોપીને પોતાના નગ્ન વીડિયો પણ મોકલાવ્યા હતા. જો કે, પીડિતાના નગ્ન વીડિયો મળ્યા બાદ આરોપીએ પોતે પ્રકાશ્યું અને પીડિતાનો નગ્ન વીડિયો વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. 

જો કે, આખરે પોતે કોઈ ષડયંત્રનો ભોગ બની હોવાનું ભાન થતા પીડિતાએ હિંમત દાખવી અને પોતાની સાથે થયેલા આ બનાવ અને પોતે બ્લેકમેલિંગનો ભોગ બની રહી હોવાની પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તપાસ કરતા બહાર આવ્યું કે, વિધર્મી યુવક વસીમ મન્સૂરી આ ગુનામાં તે એકલો જ નહીં પરંતુ તેની પત્ની સબનમ વસીમ મન્સૂરી પણ સામેલ હતી.

આરોપી વસીમની પત્ની શબનમ પણ પીડિતાને બ્લેકમેઇલ કરવા પીડિતાના નગ્ન વીડિયો તેના પિતા અને પરિવારજનોને મોકલી તેને બદનામ કરવાની ધમકી આપી રહી હતી. જો કે, આખરે આ બંનેનું પામ છાપરે ચઢી પોકાર્યું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલીક ગુનાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક વસીમ મન્સૂરી અને તેની પત્ની શબનમ મન્સૂરીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં શબનમના મોબાઈલમાં પણ પીડિતાના નગ્ન વીડિયો મળી આવ્યા હતા. આ કપલના મોબાઈલ કબજે કરી પોલીસે આ બંને પતિ-પત્ની કોઇ યુવતીઓને આ રીતે પોતાના જાળમાં ફસાવી છે કે કેમ??? અને કોઈ યુવતીને બ્લેકમેલિંગનો શિકાર બનાવી રહ્યા છે કે કેમ? આ તમામ બાબતો જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધી લવ જેહાદનો એક કિસ્સો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. આરોપી વિધર્મી યુવક પણ ઝડપાઈ ચૂક્યો છે. જેમાં પણ હિન્દુ યુવતીને ફસાવીને ધર્માંતરણનું દબાણ કરવાના ગુનામાં આરોપીની પત્ની પણ સામેલ હતી. ફરી એકવાર આ પ્રકારનો કિસ્સામાં પોલીસે તાત્કાલીક વિધર્મી યુવક અને તેની પત્નીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

ત્યારે એક પત્ની કઈ રીતે પોતાના પતિના હવસના ખેલમાં સામેલ થઈ શકે? ત્યારે જવાબ પણ સમજાય છે કે, હિન્દુ યુવતીઓને લવ જેહાદના ખેલમાં ફસાવા હવે મહિલાઓ પણ જોડાઈ રહી છે. આ કિસ્સો આજના સમાજ અને વાલીઓ માટે લાલ બત્તી સમાન બની રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news