યુવાનને માર મારવાના મામલે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ, પોલીસ કાફલો ખડકી દેવાયો

મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે

યુવાનને માર મારવાના મામલે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ, પોલીસ કાફલો ખડકી દેવાયો

તેજસ દવે, મહેસાણા: મહેસાણામાં અસામાજિક તત્વો દ્વારા બ્રહ્મભટ્ટ સમાજના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવ્યી છે. જેને લઇને બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાતા ગત રોજ મહા આરતી બાદ સમગ્ર મહેસાણામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિત અનુસાર, મહેસાણાના હબટાઉન પાસે બુધવાર રાત્રીએ યુવતીના બર્થ ડે સેલિબ્રેશનમાં માથાકૂટ થઇ હતી. જેને લઇને કેટલાક અસામાજીક તત્વો દ્વારા ધવલ બ્રહ્મભટ્ટનામના યુવાનને મૂઢ માર મારવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ થતા જ અસમાજીક તત્વો સામે બ્રહ્મભટ્ટ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે ગત રોજ મહા આરતી બાદ આજે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા.

ધવલને મૂઢ માર મારવાના મામલે હિન્દૂ સંગઠન આજે સામે આવ્યું છે. મહેસાણાના મુખ્ય તોરણવાડી બજાર સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. તો બીજી તરફ શાળા-કોલેજમાં આજે રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે વાલીઓએ બાળકોને શાળાએ ના મોકલી વિરોધ દર્શાવ્યો છે. અનિચ્છનીય ઘટના ના બને તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહેસાણાના પોલીસની ચાંપતી નજરમાં 1 એસપી, 2 ડીવાયએસપી, 10 પીઆઇ, 40 પીએસઆઇ, 550 પોલીસ કોસ્ટબલ, 100 મહિલા પોલીસ, 100 હોમગાર્ડ અને 1 એસઆરપી જવાનની કંપની જુદા જુદા વિસ્તરોમાં ખડે પગે રાખવામાં આવ્યા છે. મહેસાણા નગર પાલિકા દ્વારા વૉટર બ્રાઉઝર પણ પોલીસે ખડે પગે રાખ્યું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news