સોમનાથના દરિયા કિનારે એવું ભવ્ય વોક વે કે જોઇને પ્રેમમાં પડી જશો, 21 કરોડના ખર્ચે પાર્વતી મંદિર
Trending Photos
સોમનાથ : વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અહીં 50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વોક વે, મ્યુઝિયમયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનાર રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ ટુંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ થવાની છે, જેના કારણે ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બે દિવસ બાદ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે ત્યારે સોમનાથ મંદિરમાં બેવડી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. સોમનાથ મંદિરના સાનિધ્યે યાત્રીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી કરોડોના ખર્ચે વિકાસકામો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરાયા છે. જેમાં સોમનાથ મંદિર નજીક સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ અને અહિલ્યા બાઇ (જુના સોમનાથ મંદિર) મંદિર પરિસરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતીજી મંદિરના શિલાન્યા સહિતના કામોનું ઓનલાઇન કાર્યક્રમ થશે.
પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે થનારા કાર્યક્રમની સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણ લહેરી સહિતના કર્મચારીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, સોમનાથ મંદિર આસપાસ નવા મંદિરો બનાવવામાં આવશે. જેમાં ભવ્ય શ્રીરામ મંદિર, ગોલોકધામ બનાવવાની તૈયારી ચાલી રહી છે. સોમનાથ મંદિર પરિસરમાં 21 કરોડના ખર્ચે ભવ્ય શક્તિપીઠ પાર્વતીજી મંદિરનું પણ નિર્માણ કરવાનું નક્કી કરાયું છે. આ મંદિર પરિસરની જુની ચોપાટી નજીક અને હાલના યજ્ઞ મંડપ નજીક સફેદ માર્બલનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે