શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને સળગતા અંગારા પર ચાલતા જોઈ દંગ રહી જશો, હોળીની અનોખી પરંપરા

Surat Holi Celebration ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ધૂળેટીનું પર્વ, ત્યારે સુરતના ઓલપાડમા સળગતા અંગારા પર જુઓ કેવી રમાય છે હોળી

શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને સળગતા અંગારા પર ચાલતા જોઈ દંગ રહી જશો, હોળીની અનોખી પરંપરા

Holi 2024 સંદીપ વસાવા/સુરત : રંગોનો તહેવાર એટલે હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે. પરંતુ સુરત ના એક ગામડા માં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે. સુરતના ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પેઢીઓની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને ધગધગતા અંગારા પર ચાલતા જોઈ તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો

દેશમાં ભર હોલિકા દહન મુખ્યત્વેની રીત સામાન્ય જોવા મળતી હોય છે. પરંતુ ગુજરાત હોલિકા દહન ની રીટ અલગ અલગ જોવા મળતી હોય છે. ખાસ ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીનો પર્વ એટલે અસુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ. સુરત સહેર થી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે. 

આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા, પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. જ્યારે હોળિકા દહન બાદ ત્યાંના લોકો પાંચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. પાંચ વર્ષના બાળકથી લઇ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 25, 2024

 

ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધાને જીવન જીવવાની રીત માનવામાં આવે છે. ઓલપાડના સરસ ગામના લોકોને પર આવીજ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકોજ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે. 

હોળિકા દહન સ્થળરથી થોડા અંતરે ગામનું તળાવ આવ્યું છે. જે તળાવમાં પ્રથમ સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ હોલિકા માતા જયઘોષ સાથે સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલવાની શરૂઆત કરે છે. અને આ ચમત્કારી નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે. આ ક્ષણના સાક્ષી બનવા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ન માત્ર સુરત પણ આજુબાજુના જિલ્લાના તેમજ રાજ્ય બહારથી પણ લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા માટે ઉમટે છે.

સરસ ગામે બાપ-દાદાના પેઢીઓના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. ગ્રામજનોની શ્રધ્ધા જોઈ બહાર ગામથી જોવા માટે આવતા વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 25, 2024

 

કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવા ની જરૂર નથી હોતી. સરસ ગામે ઉજવાતી અનોખી હોળી આજે રાજ્ય દેશભરમાં ચર્ચિત છે. ધગધગતા અંગારા પર ચાલતા જોઈ હાજર સૌકોઈ અચંબિત થઈ જાય છે. અને અંગારા પર ચાલ્યા બાદ એકપણ વ્યક્તિને ઇજાઓ ન પહોંચતા શ્રધ્ધાળુઓ આને ચમત્કાર માની રહ્યા છે.

દેશભરમાં આજે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી ચાલી રહી છે. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો રંગ, ગુલાલ એકબીજાને લગાવી ધૂળેટી ઉજવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news