વાયફ્લો દ્વારા 'બ્લોગીંગ' અને 'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' વિશે વર્કશોપ યોજાયો

'બ્લોગીંગ' અને  'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' વિશે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 'બ્લોગીંગ' અને  'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' એક ઉભરતુ વ્યાવસાઈક ક્ષેત્ર છે જેમાં કારકિર્દી બનાવવા માટેની પુષ્કળ તકો રહેલી છે.

વાયફ્લો દ્વારા 'બ્લોગીંગ' અને 'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' વિશે વર્કશોપ યોજાયો

અમદાવાદ: 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન'  (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા 'બ્લોગીંગ' અને  'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' વિશે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 'બ્લોગીંગ' અને  'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ' એક ઉભરતુ વ્યાવસાઈક ક્ષેત્ર છે જેમાં કારકિર્દી બનાવવા માટેની પુષ્કળ તકો રહેલી છે. 

આ પ્રસંગે બોલીવુડ, ફેશન, અને લાઈફ સ્ટાઈલ રાઇટર યુવા બ્લોગર 'મિસ માલિની અગરવાલ' હાજર રહ્યા હતા, તેઓએ 'બ્લોગીંગ' અને  'ડિજિટલ કોન્ટેન્ટ માર્કેટિંગ'ના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી, તેમજ એક બ્લોગર તરીકે પોતાના અનુભવો અને આવેલા પડકારો વિશે જણાવ્યું.   
 
'મિસ માલિની'એ કહ્યું ''એક સફળ બ્લોગર બનવામાટે જે તે  વિષયમાં ઉંડો રસ હોવો જોઈએ અને તે વિષય ઉપર દરરોજ લખવાની ઉત્કંઠા હોવી જોઈએ.''. આ પ્રસંગે 'વાયફ્લો' અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન 'શ્રિયા દામાણી'એ જણાવ્યું કે '' (વાયફ્લો) યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકોના વિકાસ માટે આવનારા દિવસોમાં આ પ્રકારના વધુને વધુ 'વર્કશોપ'નું આયોજન કરશે.''
અમદાવાદ શહેરના યુવાઓ, મહિલાઓ અને વાયફ્લો ના સભ્યોએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news