સાઉથની ટોચની એક્ટ્રેસથી પણ વધારે છે શિવગામી દેવીની ફી, એક ફિલ્મ માટે લે છે 'આટલા' કરોડ

રામ્યાની ફી ટોચની હિરોઇનો કરતા ઘણી બધી વધારે છે 

સાઉથની ટોચની એક્ટ્રેસથી પણ વધારે છે શિવગામી દેવીની ફી, એક ફિલ્મ માટે લે છે 'આટલા' કરોડ

નવી દિલ્હી : સાઉથ સિનેમાની સુપરહીટ ફિલ્મ 'બાહુબલી'માં કામ કરનારા તમામ એક્ટર્સને આજે આખી દુનિયામાં નવી ઓળખ મળી છે. આ ફિલ્મ હિટ સાબિત થયા પછી એમાં કામ કરનારા તમામ એક્ટર્સે પોતાની ફી વધારી દીધી છે જેમાંથી એક છે એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન. રામ્યાએ 'બાહુબલી 1' અને 'બાહુબલી 2'  બંને ફિલ્મોમાં મહત્વનો રોલ ભજવ્યો છે. તેણે ફિલ્મમાં શિવગામી દેવીનો રોલ ભજવ્યો હતો જે દર્શકોને બહુ પસંદ પડ્યો છે. આ બંને ફિલ્મો પછી રામ્યાએ પોતાની ફી વધારી દીધી છે. 

સાઉથની ટોચની એક્ટ્રેસમાં શામેલ રામ્યા પોતાની ફિલ્મો માટે સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને રાકુલ પ્રીતથી પણ વધારે ફી લે છે. એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટે આપેલા સમાચાર પ્રમાણે રામ્યા હાલના દિવસોમાં તેલુગુ ફિલ્મ 'સૈલાજા રેડ્ડી અલ્લુદુ'માં કામ કરી રહી છે. તે એક દિવસના શૂટિંગ માટે 6 લાખ રૂ. ચાર્જ કરે છે. આ ફિલ્મ માટે તે 25 દિવસ સુધી શૂટિંગ કરવાની છે. આ ગણતરી પ્રમાણે તે 25 દિવસના શૂટિંગ માટે 1.50 કરોડ રૂ. ચાર્જ કરી રહી છે. તેના દ્વારા ચાર્જ કરવામાં આવી રહેલી આ ફી સાઉથની ટોપ એક્ટ્રેસ કરતા ઘણી વધારે છે.

રિપોર્ટસ પ્રમાણે સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા એક ફિલ્મા માટે 65 લાખ રૂ. જેટલી ફી લે છે અને રાકુલ પ્રીત એક ફિલ્મ માટે એક કરોડ રૂ. ચાર્જ કરે છે. રામ્યા પછી 'સૈલાજા રેડ્ડી અલ્લુદુ' સિવાય 'સુપર ડીલક્સ' અને 'પાર્ટી' જેવી ફિલ્મ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news