મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર

રાજ્યભરની વિવિધ કોલેજોમાં આવેલી મેડિકલ અને પેરામેડિકલની વિવિધ બેઠકો પર પ્રવેશ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હાલ પ્રેવશ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વાલીમંડળ EWS એટલે કે આર્થિક અનામતના અમીલકરણને લઇને મૂંઝવણમાં હોવાનું સામે આવ્યું છે.

મેડિકલમાં પ્રવેશ મુદ્દે વાલીઓ EWS લઇને મૂંઝવણમાં, સરકારને લખ્યો પત્ર

અતૃલ તિવારી, અમદાવાદ: રાજ્યભરની વિવિધ કોલેજોમાં આવેલી મેડિકલ અને પેરામેડિકલની વિવિધ બેઠકો પર પ્રવેશ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હાલ પ્રેવશ માટે ચોઇસ ફીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વાલીમંડળ EWS એટલે કે આર્થિક અનામતના અમીલકરણને લઇને મૂંઝવણમાં હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સરકારને પત્ર લખીને EWSનું અમલીકરણ કેવી રીતે કરાશે તે અંગે સ્પષ્ટતા કરવા માગ કરી છે.

ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ દ્વારા માગ કરવામાં આવી છે કે, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે રીતે ઇડબલ્યુએસનો અમલ કરવામાં આવે છે. મહત્વનું છે કે, રાજ્યમાં મેડિકલની આશરે 4700 બેઠકો હાલમાં ઉપલ્બ્ધ છે. પરંતુ મેડિકલ કાઉન્સીલને EWS અંતર્ગત વધારાની બેઠકની મંજૂરી મળતા હવે વધુ 340 જેટલી EWS હેઠળ બેઠકો વધી છે. બીજી તરફ હજુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 125 જેટલી EWS હેઠળ બેઠકો વધે તેવી શક્યાતા છે.

આશરે 500 જેટલી વધી રહેલી બેઠકો પર વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ ફાળવવામાં આવશે તેને લઇને વાલીઓમાં મૂંઝવણ જોવા મળી રહ્યાં છે. આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર મેડિકલની બેઠકો માટે EWSનો અમલ કરવા જઇ રહી છે. પરંતુ કેવી રીતે કરવાની છે તેની સ્પષ્ટતા કરવાનું તેઓ ટાળ્યું હતું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news