ગુજરાત હવે વિશ્વફલક પર ઝળકશે; જામનગરમાં બની રહ્યું છે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’

વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’ માં પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે.

ગુજરાત હવે વિશ્વફલક પર ઝળકશે; જામનગરમાં બની રહ્યું છે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’

મુસ્તાક દલ/જામનગર: જામનગરના ગોરધનપર ખાતે  વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’ નિર્માણ પામશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં તા.19 એપ્રિલે GCTM નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે.

વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’ માં પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે.

જામનગર પાસેના ગોરધનપર ખાતે તા.19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

No description available.

વિશ્વમાં પરંપરાગત ચીકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે.આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું  કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વવસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.

પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે.ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્થિતમાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે  તમામ તૈયારીઓને આયુષ વિભાગ, ITRA- જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.

પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં  યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news