રીલ્સના રવાડે ચઢેલી રાજકોટ સિવિલ હોસ્પિટલની મહિલા કર્મચારી ભેરવાઈ, એક નહિ ચાર-ચાર વીડિયો બનાવ્યા
Treding Reels : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની રીલ્સ વાયરલ... મહિલા કર્મચારીએ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં રીલ્સ બનાવી... અલગ-અલગ 4 જેટલી રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
Trending Photos
Rajkot News રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેટ ઓફિસમાં મહિલા કર્મચારીને રીલ બનાવવી ભારે પડી. મહિલા કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ચાર જેટલી રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા ઉઠી હતી, આખરે સિવિલ સુપ્રિટેન્ડેટે તપાસના આ આદેશ આપ્યા હતા.
હાલ અનેક યુવાઓ રીલ્સના રવાડે ચઢ્યા છે. એ કહેવુ જરાય ખોટુ નથી કે સરકારી કર્મચારીઓ પણ ભાન ભૂલી જાય છે, અને સરકારી ઓફિસોમાં બેસીને જ રીલ્સ બનાવે છે. ત્યારે રાજકોટની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આ કારણે વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મહિલા કર્મચારીની રીલ્સને કારણે ચર્ચામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નેશનલ હેલ્થ મઇશનની મહિલા કર્મચારીઓ તબીબી અધિક્ષકની ચેમ્બરમાં બેસીને એક નહિ, ચાર-ચાર રીલ્સ બનાવી હતી. તેના બાદ તેણે આ રીલ્સ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર તરીકે 8 વર્ષ પહેલા જ્યોતિ વાઘેલીના નિમણૂંક કરાઈ હતી. પરંતુ આ મહિલા કર્મચારી કામકાજ છોડીને ઓફિસમાં જ રીલ્સ બનાવતી હતી.
ત્યારે સોશિયલ મીડિયામાં મૂકાયેલા આ રીલ્સથી વિવાદ ઉઠ્યો છે. ત્યારે સમગ્ર મુદ્દો બહાર આવતા જ તપાસના આદેશ અપાયા છે. 4-4 રીલ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકતાં સિવિલ સર્જન ડો. ત્રિવેદીએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી તરફ રીલ બનાવનારી મહિલાએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં જે એકાઉન્ટ છે એ મારું પર્સનલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે