વર્ષ 2024 વાવાઝોડાનું વર્ષ! 1મે પછી દરિયામાં મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Ambalal Patel Prediction: 2023 નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું છે. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા આવ્યા, જેને વાતાવરણમાં ઘરખમ ફેરફારો કર્યા. હજી થોડા સમય પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યું હતું. પરંતું તૈયારી કરી લેજો. ડિસેમ્બરમાં એક નહિ, બીજા બે વાવાઝોડા આવવાના છે. આ સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો વર્ષ 2024નું વર્ષ પણ વાવાઝોડાથી ભરેલું હશે એવી આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.

વર્ષ 2024 વાવાઝોડાનું વર્ષ! 1મે પછી દરિયામાં મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી

Cyclone Alert By Ambalal Patel Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેશર બની શકે છે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે. 

વર્ષ 2024 સાયકલોનનું વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયકલોન જોવા મળશે. 1મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ફાગણ મહિનામાં ઠંડી પાડવાની શક્યતા દર્શાવી છે. જેમાં રાજ્યના કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું, ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પડી રહી છે. પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.

25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 

અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news