રાજ્યમાં વહેલી ચૂંટણી થશે? મુખ્યમંત્રીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરવાની પડી ફરજ

સરકાર અને ભાજપ સંગઠનમાં સંકલનના અભાવના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. પછી તે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચેનું સંકલન હોય કે પછી કોઇ સંગઠનના પદાધિકારી અને કોઇ મંત્રી વચ્ચે સંકલનની બાબત હોય. આવા જ એક કિસ્સામાં આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટતા કરવી પડી હતી કે, રાજ્યમાં વહેલી ચૂંટણી થવાની નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે નિવેદન આપ્યું હતું કે, હાલ દેશમાં ભાજપ તરફી વાતાવરણ છે. 
રાજ્યમાં વહેલી ચૂંટણી થશે? મુખ્યમંત્રીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરવાની પડી ફરજ

ગાંધીનગર : સરકાર અને ભાજપ સંગઠનમાં સંકલનના અભાવના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. પછી તે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વચ્ચેનું સંકલન હોય કે પછી કોઇ સંગઠનના પદાધિકારી અને કોઇ મંત્રી વચ્ચે સંકલનની બાબત હોય. આવા જ એક કિસ્સામાં આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્પષ્ટતા કરવી પડી હતી કે, રાજ્યમાં વહેલી ચૂંટણી થવાની નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે નિવેદન આપ્યું હતું કે, હાલ દેશમાં ભાજપ તરફી વાતાવરણ છે. 

પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ આક્રમક પ્રદર્શન કરે તેવી શક્યતા છે. તેવામાં ગુજરાતમાં વહેલી તકે ચૂંટણી આયોજીત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેના પગલે ન માત્ર ભાજપ પક્ષ અને રાજ્યમાં પરંતુ વિપક્ષમાં પણ ખલબલી મચી ગઇ હતી. વિપક્ષ દ્વારા આ મુદ્દે મોરચો ખોલવામાં આવે તેવી શક્યતાને જોતા આજે મુખ્યમંત્રીએ પોતે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વહેલી કે મોડી ચૂંટણી કરવાનો કોઇ વિચાર નથી. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, સમયસર એટલે કે ડિસેમ્બર 2022 ની આસપાસ જ ચૂંટણી આયોજીત થશે. વહેલી કે મોડી ચૂંટણી થવાની શક્યતાઓ નહીવત્ત છે. 

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વાતાવરણનો કોઇ સવાલ જ પેદા થતો નથી. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષોથી સકારાત્મક વાતાવરણ જ છે. તેના કારણે જ ભાજપની સરકાર સતત આવી રહી છે. જેથી વાતાવરણ સકારાત્મક હોય તો વહેલી ચૂંટણીનું આયોજન કરવાની વાત અયોગ્ય છે. યોગ્ય સમય આવ્યે જ ચૂંટણી થશે. વિકાસનાં કાર્યો અવિરત ચાલી જ રહ્યા છે. જેથી વાતાવરણ પણ ભાજપ તરફી નહી પરંતુ સત્ય તરફી જ રહેશે. માટે વહેલી કે મોડી ચૂંટણી કરાવવાનો કોઇ પ્રશ્ન જ પેદા થતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news