Vijay Hazare Trophy : વિરાટ કોહલીની ટીમના યુવા ઓપનરે ફટકારી સતત ચોથી સદી, આઈપીએલ પહેલા દેખાડ્યું ફોર્મ
Vijay Hazare Trophy : 20 વર્ષીય બેટ્સમેન દેવદત્ત પડિક્કલ વિજય હઝારે ટ્રોફીની હાલની સીઝનમાં 168.25ની એવરેજથી અત્યાર સુધી 6 મેચોમાં 673 રન ફટકારી ચુક્યો છે. આ દરમિયાન તેણે 4 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) તરફથી રમનાર યુવા ઓપનર દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) નું બેટ આ દિવસોમાં રનનો ઢગલો કરી રહ્યું છે. પડિક્કલ આ સમયે વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy 2021) માં રમી રહ્યો છે, જ્યાં તેણે સોમવારે કર્ણાટક તરફથી કેરલ વિરુદ્ધ સદી ફટકારી છે. 20 વર્ષીય આ ઓપનરની હાલની ટૂર્નામેન્ટમાં સતત ચોથી સદી છે.
આ પહેલા પડિક્કલે રેલવે વિરુદ્ધ ગ્રુપના અંતિમ મુકાબલામાં 145 રનની ઈનિંગ રમી કર્ણાટકને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડ્યુ. પડિક્કલે ઓડિશા વિરુદ્ધ કરિયરની બેસ્ટ 152 રનની ઈનિંગ રમી હતી તો કેરલ વિરુદ્ધ અણનમ 126 રન બનાવ્યા હતા.
કેરલ વિરુદ્ધ પડિક્કલે 119 બોલ પર 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. કર્ણાટકે રેલવેને 10 વિકેટે હરાવી નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. પડિક્કલની સદીની મદદથી તેણે ક્વાર્ટર ફાઇનલમાં કેરલ સામે 339 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. કર્ણાટકે આ મુકાબલો 80 રને પોતાના નામે કર્યો છે.
સમર્થે ફટકાર્યા 192 રન
પડિક્કલની સાથે ઓપનિંગમાં ઉતરેલા રવિકુમાર સમર્થ (Ravikumar Samarth) માત્ર 8 રનથી પોતાની બેવડી સદી ચુકી ગયો હતો. સમર્થે 192 રન બનાવ્યા. સમર્થ અને પડિક્કલે પ્રથમ વિકેટ માટે 294 રનની ભાગીદારી કરી જેની મદદથી કર્ણાટકની ટીમ 50 ઓવરમાં 338 રન બનાવવામાં સફળ રહી હતી.
673 રન ફટકારી ચુક્યો છે દેવદત્ત પડિક્કલ
ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ વિજય હઝારે ટ્રોફીની હાલની સીઝનમાં 168.25ની એવરેજથી અત્યાર સુધી 6 મેચોમાં 673 રન ફટકારી ચુક્યો છે. આ દરમિયાન તેણે 4 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે