નવુ વર્ષ શુભ સાબિત થશે? દ્વારકા મંદિરના ઇતિહાસમાં ક્યારેય ન થઇ હોય તેવી દુર્ઘટનાથી ચકચાર
Trending Photos
* દ્વારકા - દ્વારકા સંગમ નારાયણ મંદિરનો ઘાટ પાસેનો ભાગ તૂટ્યો
* વર્ષોથી જર્જરિત હાલતમાં સંગમ નારાયણ મંદિર ઘાટનો જર્જરિત ભાગ ધરશાયી
* સંગમ નારાયણ મંદિર જર્જરિત હાલતમાં હોઈ મંદિરના કિનારાનો ઘાટ ધરશાયી
* દરિયાઈ મોજા સતત અથડાતા હોઈ મંદિર જોખમી બન્યું વહેલી તકે રીનોવેશન જરૂરી
દિનેશ ચંદ્રાવાડીયા/દ્વારકા : ગુજરાત સહિત સમગ્ર દેશ માટે 2020 નું વર્ષ ખુબ જ ધાતક રહ્યું હતું. દેશનું અર્થતંત્ર હોય કે કોરોનાનો કહેર હોય વર્ષથી દેશનાં લગભગ તમામ નાગરિકો તોબા પોકારી ગયા હતા. જો કે 2021 પાસેથી નાગરિકોને ઘણી અપેક્ષા છે. તેવામાં નાગરિકો માટે કોરોના વેક્સિન અંગેનાં રાહતના સમાચાર આવ્યા છે. જેથી નાગરિકોમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. જો કે સમગ્ર ગુજરાતનાં આસ્થાના કેન્દ્ર સમાન દ્વારકામાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે.
વર્ષોથી જર્જરિત સ્થિતીમાં હતું આ મંદિર
દ્વારકા સંગમ નારાયણ મંદિરનો ઘાટ નજીકનો ભાગ તુટી પડ્યો હતો. વર્ષોથી જર્જરિત સ્થિતીમાં રહેલા સંગમ નારાયણ મંદિર ઘાટનો એક ભાગ ધરાશાયી થયો હતો. સંગમ મંદિર દરિયા કિનારે હોવાના કારણે દરિયાનાં મોજાનો સતત માર આ મંદિરના પાછળના ભાગને પડતો રહેતો હતો. જેથી આ ઘાટ જર્જરિત સ્થિતીમાં તો હતો જ. જો કે સુકા ભેગુ લીલુ બળે તેવી સ્થિતી અહીં પણ જોવા મળી હતી. ઘાટનો જર્જરિત ભાગ પડી જવાના કારણે બાજુમાં હાલમાંજ ખુલ્લા મુકાયેલા વિકાસકાર્યની રેલિંગ પણ તુટી પડી હતી.
દરિયાના મોજાથી મંદિરનો બચાવ જરૂરી
દરિયાના મોજા સતત અથડાતા હોવાના કારણે મંદિર જોખમી બન્યું છે. જો રીનોવેશન કામગીરી ચાલુ કરવામાં નહી આવે તો મંદિરનાં વધારે ભાગને પણ નુકસાન પહોંચી શકે છે. જેના કારણે દરિયાના મોજા ન અથડાય તે માટે ખાસ વ્યવસ્થા ઉપરાંત મંદિરમાં પણ રિનોવેશનની કામગીરી કરવામાં આવે તે જરૂરી હતું. જેથી કરીને મંદિરનો અન્ય ભાગ ન તુટી પડે અને કોઇ પ્રકારની દુર્ઘટનાને નિવારી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે