શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? દિલ્હીમાં નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન પીએમ મોદી ખોડલધામની મુલાકાત લઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ છે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખોડલધામની મુલાકાત લઈ ખોડિયાર માતાજીના આશીર્વાદ લઈ શકે છે. પીએમ મોદી ખોડલધામમાં ધજા ચઢાવે તેવો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.
મુલાકાત બાદ ટ્રસ્ટીઓ દ્વારા આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો કરાયો છે. તેમ પણ કહેવામાં આવ્યું કે ખોડલધામના આમંત્રણને લઈને કોઈ ચર્ચા ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા પ્રધાનમંત્રીને ખોડલધામ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે આ આમંત્રણનો સ્વીકાર કરવામાં આવશે કે નહીં તે તો હવે ખબર પડશે.
ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સૂત્રો પ્રમાણે ભાજપના પાટીદાર નેતાઓએ પીએમના દર્શને આવવાની લાગણી દર્શાવી હતી અને તેના આધારે કેન્દ્રીય મંત્રી મારફત આમંત્રણ પાઠવવા ટ્રસ્ટીઓને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. પીએમ મોદી ખોડલધામના દર્શને આવે તો તે આનંદની વાત કહેવાય, પરંતુ આમંત્રણને લઈને અસમંજસ ચાલતી હતી. ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે અને જો પીએમ મોદી 31 ઓક્ટોબરે ખોડલધામની મુલાકાતે જશે તો તે મોટી ઘટના ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે