મહીસાગર: લીમડાનાં વૃક્ષમાંથી નિકળે છે સફેદ પ્રવાહી, સેંકડો લોકો આવે છે દર્શને

જિલ્લામાં કડવા લીમડાના વૃક્ષમાંથી પ્રવાહી જેવું નીકળતા લીમડાના વૃક્ષની સાથે લોકોની પ્રાથમિક તબક્કે કુતુહલ અને ત્યાર બાદ આસ્થા વધવા લાગી. હવે લોકો આ લિમડાની પૂજા અર્ચના કરવા લાગ્યા છે.  આવી પરંતુ ઝી 24 કલાક ની જાઝ પડતાલ માં વૃક્ષ માંથી નીકળતું સફેદ પ્રવાહી ઝેરી બેક્ટેરિયા હોવાનું બહાર આવ્યું. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વિસ્તારમાં આવેલું દરિયાપુરા ગામ ખાતે એક લીમડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળતા સ્થાનિક આદિવાસી લોકોમાં આ વૃક્ષની આસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
મહીસાગર: લીમડાનાં વૃક્ષમાંથી નિકળે છે સફેદ પ્રવાહી, સેંકડો લોકો આવે છે દર્શને

મહીસાગર: જિલ્લામાં કડવા લીમડાના વૃક્ષમાંથી પ્રવાહી જેવું નીકળતા લીમડાના વૃક્ષની સાથે લોકોની પ્રાથમિક તબક્કે કુતુહલ અને ત્યાર બાદ આસ્થા વધવા લાગી. હવે લોકો આ લિમડાની પૂજા અર્ચના કરવા લાગ્યા છે.  આવી પરંતુ ઝી 24 કલાક ની જાઝ પડતાલ માં વૃક્ષ માંથી નીકળતું સફેદ પ્રવાહી ઝેરી બેક્ટેરિયા હોવાનું બહાર આવ્યું. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વિસ્તારમાં આવેલું દરિયાપુરા ગામ ખાતે એક લીમડાના વૃક્ષમાંથી સફેદ પ્રવાહી નીકળતા સ્થાનિક આદિવાસી લોકોમાં આ વૃક્ષની આસ્થા સાથે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

પતિ-પત્ની Movie જોવા ગયા, અચાનક રસ્તા પર આવીને મારામારી કરવા લાગ્યા...
કડવું લીમડાનું વૃક્ષ રોગ સામે રક્ષણ આપે છે. લીમડાના પાનનો રસ પણ શરીર માટે અતિઉપયોગી માનવામાં આવે છે, પરંતુ આ વૃક્ષને બેક્ટેરિયા લાગતા આ વૃક્ષમાંથી નીકળતું સફેદ કેમિકલ જેવું પ્રવાહી નાળિયેરના મીઠા પાણી જેવું લાગી રહ્યું છે. અહીંના સ્થાનિક લોકો આસ્થા સાથે આ વૃક્ષમાંથી નીકળી રહેલા સફેદ પાણીને પ્રસાદના રૂપમાં કેટલાક લોકો આરોગી પણ રહ્યા છે પરંતુ આ પ્રવાહી ઝેરી છે તેના થી અહીં ના લોકો અજાણ છે.

બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવી રીતે પરિપત્રમાં સુધારો કરાશે
વૃક્ષમાંથી નીકળી રહેલા સફેદ પ્રવાહી મામલે Zee 24 kalak દ્વારા આ પાણી કેવી રીતે નીકળી રહ્યું છે. તેની જાંચ પડતાલ કરવામાં આવી. વનસ્પતિશાસ્ત્રોના જાણકાર પાસે સમગ્ર વિગત લેવામાં આવી હતી. જેમાં લીમડાના વૃક્ષમાંથી નીકળતા મીઠા સફેદ પ્રવાહીનો ચોકવનારો ખુલાસો બહાર આવ્યો. જિલ્લાના મુખ્ય વન અધિકારી રઘુવીરસિંહ જાડેજાએ કેમિકલ સાથે પાણી નીકળી રહ્યું છે. તે આ ઝાડ પર બેક્ટેરિયાનો હુમલો થયેલો છે. જેને વેંટ રૂટ નામનો બેક્ટેરિયા કહેવાય છે. જે વૃક્ષના મૂળ મારફતે મૂળ માં પ્રવેશે છે, જયારે વધારે પ્રમાણમાં ગેસ અને ફ્લુટનું પ્રમાણ વધતા કોઈ પણ ખાલી જગ્યાએથી નીકળવાનું ચાલુ કરે છે. આ કોઈ ચમત્કાર નથી અને આ એક વૃક્ષનો રોગ છે. અંતમાં વૃક્ષ મૃત્યુ પામે છે. આ વૃક્ષ માંથી નીકળેલ પ્રવાહી પીવાલાયક નથી કેમ કે તે બેક્ટેરિયા માંથી ઉત્પન્ન થયેલ હોવાથી ઝેરી હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news