ક્યારથી થઈ રક્ષાબંધન તહેવારની શરૂઆત? જાણો આ પર્વ સાથે જોડાયેલી સૌથી રોચક કથા

 

રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ અને સંબંધોની ગરિમા વધારતો તહેવાર છે. ભાઈ-બહેનના પ્રેમનું પર્વ રક્ષાબંધન દેશભરમાં ઉલ્લાસ-ઉમંગ સાથે મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.

ક્યારથી થઈ રક્ષાબંધન તહેવારની શરૂઆત? જાણો આ પર્વ સાથે જોડાયેલી સૌથી રોચક કથા

ઝી બ્યુરો/અમદાવાદ: શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર આવે છે, એટલે જ આ પર્વને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ વર્ષે 30 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવવાવામાં આવી રહ્યો છે. આ વખતે બુધવાર અને ભદ્રાનો યોગ બની રહ્યો છે.

રક્ષાબંધન પર્વના શુભારંભ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે  જણાવ્યું કે  પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. 

લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે. રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને યુદ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું. વેદમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી. 

જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શન ચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પટ્ટી બાંધી હતી. શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીરહરણ વખતે ચૂકવ્યો હતો.

આમ, એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે. રક્ષાબંધનના ઉત્સવના હાર્દને સમજીએ રક્ષાબંધનનું આ પર્વ ઊજવતાં પહેલાં એના હાર્દને સમજવું અતિ આવશ્યક છે. રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક રક્ષા અને બીજો બંધન. ‘રક્ષા’નો અર્થ રક્ષણ કરવું એવો થાય. રક્ષાબંધનને દિવસે ભાઇ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news