અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વેડિંગ મશીન બન્યા આકર્ષણનું કેન્દ્ર; UPIથી પેમેન્ટ કરી પ્રસાદ મેળવી શકાશે

અંબાજી અને ગબ્બરમાં કુલ 6 વેન્ડીંગ મશીન મુકાયા છે. યાત્રિકો ભીડ અને લાઈનથી બચવા ઓનલાઇન પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ઓનલાઇન QR કોડ સ્કેન કરી UPI તેમજ GOOGLE PAY થી પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વેડિંગ મશીન બન્યા આકર્ષણનું કેન્દ્ર; UPIથી પેમેન્ટ કરી પ્રસાદ મેળવી શકાશે

ઝી બ્યુરો/અંબાજી: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. અંબાજી મેળાને ડિજિટલનાં ભાગ રૂપે વેડિંગ મશીન મુકાયા છે. અંબાજી મેળામાં હાલ વેડિંગ મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ડિજિટલ મેળાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. upi થી ઓનલાઇન પેમેન્ટ કરી પ્રસાદ હાથમાં લેવા મેળામાં મશીનો મુકાયા છે.

અંબાજી અને ગબ્બરમાં કુલ 6 વેન્ડીંગ મશીન મુકાયા છે. યાત્રિકો ભીડ અને લાઈનથી બચવા ઓનલાઇન પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ઓનલાઇન QR કોડ સ્કેન કરી UPI તેમજ GOOGLE PAY થી પેમેન્ટ કરી પ્રસાદ મેળવી રહ્યા છે. પ્રસાદ વાળા વેન્ડીંગ મશીન આગળ હવે રોકડા રૂપિયાની જરૂર નથી. મોબાઈલની કનેક્ટિવિટી નહિ હોય તો વેન્ડીંગ મશીન આગળ પ્રસાદ માટે રાહ જોવી પડશે. મેળાના પ્રથમ દિવસે વેન્ડીંગ મશીન દ્વારા 1000 લોકોએ વેન્ડીંગ મશીનનો લાભ લીધો છે. 

મહત્વનું છે કે, પ્રસાદના બોક્સ વિવિધ ભેટ કેન્દ્રો સહિત વેન્ડિંગ મશીન દ્વારા પણ પ્રાપ્ત થઈ શકશે. પુરવઠા અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે મૂળ મંદિરના ત્રણ ભેટ કાઉન્ટર, મંદિર યજ્ઞશાળાની બાજુમાં 2, ગણપતિ મંદિર પાસે 1, મંદિર બહાર 7 નંબર ગેટ પાસે 1, મુખ્ય શક્તિદ્વાર, વી. આઈ. પી. પ્લાઝા નજીક 1 સહિત જુદા જુદા બે વેડિંગ મશીન દ્વારા પણ ભક્તોને માતાજીનો પ્રસાદ મળી રહેશે.

અંબાજીમાં સંપૂર્ણ ચોખ્ખાઈ સાથે પ્રસાદ બનાવવાની અને ત્યાર પછી કટર મશીન દ્વારા તેના ચોરસા કરી બોક્સ પેકિંગ કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક 1000થી પણ વધુ કામદારો રોજી મેળવી રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી પ્રસાદ બનાવાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news