ગરમીમાં ખુબ રાહત આપે તેવા સમાચાર, ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
સમગ્ર રાજ્ય અને દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં તાપમાન 42ને પાર જોવા મળી રહ્યું છે.
Trending Photos
અમદાવાદ: સમગ્ર રાજ્ય અને દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં તાપમાન 42ને પાર જોવા મળી રહ્યું છે. આવા સમયે રાજ્યની જનતા કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ગરમીથી ત્રસ્ત રાજ્યની જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થતાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જો દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તો અન્ય શહેરોમાં પણ લોકોને બફારાનો અનુભવ કરવો પડી શકે છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલાતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. અને તેના કારણે બે દિવસથી બફારાનો અનુભવ થઈ રહ્યો છે. જે આજે પણ યથાવત્ જોવા મળશે. શુક્રવારે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પારો 42ને પાર થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે