Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

અમદાવાદ :મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ

ધનસુરામાં દીવાલ પડવાથી બાળકનું મોત 
અરવલ્લીના ધનસુરાના આકરૂન્દમાં પણ દીવાલ પડવાની ઘટના બની છે. મકાનની દીવાલ પડતા બે બાળકો દટાયા હતા. જેમાં 6 વર્ષના વૈદિક બાબુભાઈ પગી નામના બાળકનું મોત નિપજ્યું છે. અન્ય એક બાળકનો બચાવ થયો છે.  બાળકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું. 

પોરબંદરમાં 3 માછીમારોના મોત
પોરબંદરના ગોસાબારા પાસે માછીમારી કરવા ગયેલી ત્રણ નાની હોડીઓ ડૂબી ગઈ હતી. દરિયામાં ડૂબી જતા ત્રણ માછીમારોના મોત નિપજ્યા છે. તો 6 માછીમારોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં 10થી વધુ માછીમારો હજી પણ લાપતા છે. પોરબંદર જિલ્લામાં હાલ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માછીમારી કરવા માટે 18 જેટલી નાની હોડીઓ દરિયામાં માછીમારી કરવા ગયા હતા. જેમાંથી ત્રણ નાની હોડીઓ ડૂબી હતી. ઘાયલ માછીમારોને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news