અમદાવાદના આ વિસ્તારમાં ખંડણીખોરે ફેલાવી અશાંતિ, દુકાનદારનું અપહરણ કરી કહ્યું; '50 ટકા ભાગ આપ'

પ્રકાશ પટેલ કૃષ્ણનગર સોસાયટીમાં જય અંબે નાસ્તા સેન્ટર નામની દુકાન ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વેલેન્ટાઇડ ડે ના દિવસે નવાવાડજના ભરવાડ વાસમાં રહેતો રણજીત ભરવાડ પ્રકાશ પટેલની નાસ્તાની દુકાન પર આવ્યો હતો..

અમદાવાદના આ વિસ્તારમાં ખંડણીખોરે ફેલાવી અશાંતિ, દુકાનદારનું અપહરણ કરી કહ્યું; '50 ટકા ભાગ આપ'

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આ અસામાજિક તત્વોથી વેપારીઓમાં દહેશતનો માહોલ હતો અને અગાઉ પણ પોલીસ ચોપડે ગુનેગાર કોણ છે આ આરોપી.

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ રણજીત ભરવાડ છે. જે વેપારીઓને ધંધો કરવા પ્રોટેક્શન મનીના બહાને ખડણી માંગતો. જોકે નવાવાડજ વિસ્તારમાં નાસ્તાની દુકાન ચલાવતા માલિકને આજ રીતે ધંધો કરવા ખંડણીની માંગણી કરી અને ખંડણીના રૂપિયા નહિ આપતા વેપારી પ્રકાશ પટેલનું આરોપીએ અપહરણ કરીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો. શરૂઆતમાં આરોપી રણજીત ભરવાડે દુકાન માલિક પાસેથી ખંડણીરૂપે પ્રોફીટનો 50 ટકા હિસ્સો માંગ્યો અને તેના કારીગરોને ઉઠાવી જવાની વાત કરી. પણ નાસ્તાની દુકાન ચલાવતા માલિકે આરોપીની વાતને ધ્યાને નહિ લેતા ટપોરીએ નાસ્તાની બે દુકાનો બળજબરી પૂર્વક બંધ કરાવી દીધી હતી અને બાદમાં માલિકનું અપહરણ કરીને માર માર્યો હતો.

નવાવાડજ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 40 વર્ષીય પ્રકાશ પટેલે વાડજ પોલીસ સ્ટેશનમાં રણજીત કાળુભાઇ ભરવાડ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. પ્રકાશ પટેલ કૃષ્ણનગર સોસાયટીમાં જય અંબે નાસ્તા સેન્ટર નામની દુકાન ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વેલેન્ટાઇડ ડે ના દિવસે નવાવાડજના ભરવાડ વાસમાં રહેતો રણજીત ભરવાડ પ્રકાશ પટેલની નાસ્તાની દુકાન પર આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારે તારો કારીગર લઇ જવો છે મારે ભરવાડવાસમાં નાસ્તાની દુકાન કરવી છે. પ્રકાશ પટેલ કઇ જવાબ આપે તે પહેલા રણજીતે તેમના કારીગરને ધમકાવવાની કોશિષ કરી હતી. આરોપીએ ચારભુજા ફરસાણવાળા પાસેથી 30 ટકા લે છે અને તેની 2 દુકાનના ધંધાના 50 ટકા ભાગની માંગ કરી હતી. પરંતુ વેપારી નહિ આપતા અપહરણ કરીને માર માર્યો હતો. જેને લઈને વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી. 

પકડાયેલ આરોપી રણજીત ભરવાડ કુખ્યાત છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ વાડજ અને નરોડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાઇ ચૂકેલા છે. જોકે હવે આરોપી વેપારીઓમાં પોતાની દહેશત વધારીને ખંડણીનું નેટવર્ક ઉભું કરવા માંગતો હતો. પરંતુ પોલીસની કડક કાર્યવાહીથી આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news