અક્ષય કુમારે શેર કર્યું નવી ફિલ્મનું પોસ્ટર, 80ના દાયકાની છે કહાની

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની દર વર્ષે લગભગ 3 થી 4 ફિલ્મો તો સિનેમાઘરોમાં રિલીઝ થતી હોય છે. એક તરફ જ્યાં તે પોતાની ફિલ્મ 'હાઉસફુલ 4'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ પોતાની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે.

અક્ષય કુમારે શેર કર્યું નવી ફિલ્મનું પોસ્ટર, 80ના દાયકાની છે કહાની

નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar)ની દર વર્ષે લગભગ 3 થી 4 ફિલ્મો તો સિનેમાઘરોમાં રિલીઝ થતી હોય છે. એક તરફ જ્યાં તે પોતાની ફિલ્મ 'હાઉસફુલ 4'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ પોતાની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહ્યા છે. આ દરમિયાન તેમણે પોતાની વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ નવી ફિલ્મની જાણકારી આપતાં કહ્યું કે ફિલ્મનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો છે. 

— Akshay Kumar (@akshaykumar) November 10, 2019

અક્ષય કુમારે શેર કર્યો ફોટો
અક્ષય કુમારે ટ્વિટર એકાઉન્ટ પર રવિવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું કે તે પોતાની નવી ફિલ્મ 'બેલ બોટમ (Bell Bottom)'ની તૈયારીમાં લાગી ગયા છે. તેમણે ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતાં તેમણે લખ્યું કે 80ના દાયકામાં જવા માટે તૈયાર થઇ જાવ. રોલર કોસ્ટર સ્પાઇ રાઇડ, ફિલ્મ 22 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે. અક્ષય કુમાર દ્વારા શેર કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં અક્ષય કુમારનો રેટ્રો લુક જોવા મળી રહ્યો છે. તે ખૂબ સ્ટાઇલથી કારની ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે 25 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' પહેલાં દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર આ ફિલ્મને લઇને અત્યાર સુધી લગભગ 185 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'હાઉસફુલ 4 (Housefull 4)' એક મલ્ટીસ્ટાર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર ઉપરાંત કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ભૂમિકાઓમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news