તમે તો નથી કરાવ્યું'ને અહીં કામ! 3 મહાનગરોમાં વિઝાનું કામ કરતી 17 ઓફિસોમાં રેડ, મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત

આજકાલ લોકોને વિદેશમાં વસવાનું ઘેલું લાગ્યું છે, ત્યારે દામ, દંડ, ભેદ ગમે તેમ કરીને લોકો ત્યાં પહોંચવા માંગે છે. અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સામાં અનેક વખત ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે. તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. CID ક્રાઈમ દ્વારા રાજ્યના ત્રણ મહાનગરો અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સંખ્યાબંધ શંકાસ્પદ સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

તમે તો નથી કરાવ્યું'ને અહીં કામ! 3 મહાનગરોમાં વિઝાનું કામ કરતી 17 ઓફિસોમાં રેડ, મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત

ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતીઓમાં વિદેશ જવાના ક્રેઝનો લાભ ઉઠાવીને લોકો સાથે વધતા ઠગાઈના કિસ્સા વચ્ચે CID ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી હેઠળ રાજ્યના ત્રણ મહાનગરોમાં વિવિધ 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્કપરમીટ આપતી એંજન્સી પર તપાસ પૂર્ણ કરાઈ છે. CID ક્રાઈમ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં 8 - 8 સ્થળોએ અને વડોદરામાં 1 સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતા.

રાજકુમાર પાંડિયનનું નિવેદન
આ ઘટના બાદ ADGP CID ક્રાઈમ રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, અનેક ફરિયાદો મળી હતી કે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં માટે અનેક લોકો પાસેથી ઠગાઈ કરાઈ હતી. જેના અનુસંધાને એક મહિના પહેલાથી એજન્ટોનું સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. ગત રાત્રે શંકાસ્પદ ઓફિસો પર રેડ કરવામાં આવી. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 જેટલી ઓફિસોમાં રેન્ડ કરવામાં આવી હતી. જે ઓફિસો પૈકી સીઆઈડી ક્રાઈમ દ્વારા અનેક ડોક્યુમેન્ટ કબ્જે કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૭ પાસપોર્ટ, ૧૮૨ પાસપોર્ટ ની કોપી, ૭૯ માર્કશીટ, ઈલેક્ટ્રિક ગેજેટ ૫૩, નોટરી ૮ તથા રોકડ રકમ ૫.૫૬ લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. એફએસએલ દ્વારા ડોક્યુમેન્ટ ની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં ખોટા ડોક્યુમેન્ટ બનવાવા અને ડોક્યુમેન્ટ મોડીફાઈ કરાયા હોવાની વિગતો મળી છે. તમામ ડોક્યુમેન્ટની ખરાય કરવામાં આવશે. વિદેશ મોકલવા માટે અરજદાર પાસેથી અલગ અલગ પૈસાઓ લેવામાં આવતા હતા.

4 ડીવાયએસપી, 4 પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા દરોડા
રેડ દરમિયાન સીઆઈડી ક્રાઇમ મે અનેક પુરાવા કબ્જે લીધા છે. સીઆઈડી ક્રાઇમે રોકડ રકમ, મોબાઈલ, દસ્તાવેજ કબ્જે લીધા છે. આ સિવાય માર્કશીટ, પાસપોર્ટ, MOUની કોપી કમ્પ્યુટર, સર્ટિફિકેટ પણ કબ્જે લીધા છે. સીઆઈડી ક્રાઇમને વર્કપરમિટના લેટર પણ મળ્યા છે. CID ક્રાઈમની રેડ દરમિયાન 4 ડીવાયએસપી, 4 પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રેડ છેતરપિંડી થઈ હોવાની અરજીના આધારે CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા. CID ક્રાઇમને મળેલી અરજી અને માહિતીના આધારે મોટી કાર્યવાહી કરાઈ છે.

વિવિધ ડોક્યુમેન્ટસ જપ્ત કરવામાં આવ્યા
વડોદરાની માઈગ્રેશન ઓવરસીઝ નામે વિઝાનું કામ કરતી ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું હતું. વડોદરાનાની માઇગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું. જેમાં મોડી રાત સુધી તપાસની કાર્યવાહી ચાલી હતી. તેમાં ડુપ્લીકેટ ડોકયુમેન્ટસના આધારે સ્ટુડન્ટ વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. 12 કલાકની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. અહીં લોકોને સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા.

બોગસ દસ્તાવેજો પર વિઝા પ્રોસેસ હોવાની ફરિયાદના આધાર વડોદરા ઉપરાંત અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ કુલ 17 સ્થળોએ સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. 50થી વધુ જવાનોની 17 ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ, હાર્ડ ડ્રાઈવ, ડીવીઆર સર્વર જપ્ત કરાયા તથા હિસાબ કિતાબ ની તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા નથી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. જેમાં સ્ટુડન્ટ વિઝા કે વિઝીટર વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ થશે.

નોંધનીય છે કે, સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી રેડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કબ્જે કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં કુલ 37૭ પાસપોર્ટ, 182 પાસપોર્ટ ની કોપી, 79 માર્કશીટ, ઈલેક્ટ્રિક ગેજેટ 53, નોટરી સીત્કાર 8 તથા રોકડ રકમ 5.56 લાખ જપ્ત કરવામાં આવી છે. એફએસએલ દ્વારા ડોક્યુમેન્ટ ની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news