Rozgar Divas: વિજય રૂપાણીએ કહ્યું, કોરોનાનાં કપરા કાળમાં પણ ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી નીચો
આજે આખું વિશ્વ કોરોના (Corona Virus) માં થભી ગયું છે જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ગુજરાત (Gujarat) માં નવું આશાનું કિરણ જાગ્યું છે. આજે 50000 ના બદલે 62 હજાર લોકોને નોકરી મળી રહી છે.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (Nitin Patel) ના નેતૃત્વમાં પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર (Government) રાજ્યભરમાં ઉજવણી કરી રહી છે. ત્યારે આજે ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસ (Rozgar Divas) ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી (Vijay Rupani) હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા અને અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ 62 હજાર યુવકો અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે અમારું લક્ષ્યાંક 50 હજાર યુવકોને નોકરી મળે પરંતુ 60 હજાર યુવકોને નોકરી મળી છે. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. દેશમાંથી સૌથી વધુ એપરેન્ટિસ્ટ ગુજરાતે (Gujarat) આપ્યા છે.
આજે આખું વિશ્વ કોરોના (Corona Virus) માં થભી ગયું છે જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ગુજરાત (Gujarat) માં નવું આશાનું કિરણ જાગ્યું છે. આજે 50000 ના બદલે 62 હજાર લોકોને નોકરી મળી રહી છે. ગુજરાત તકની ધરતી છે, ભાજપ જે કહે છે તે કરે છે. અમે લોકસભાની ચૂંટણીમાં આપેલા વચન એક પછી એક પુરા કરી રહયા છીએ. જેમ કે કાશ્મીરમાં 370 ની કલમ હટાવી, 19000 કરોડ ની ખરીદી કરી ખેડૂતોને સહાય કરી છે.
કોંગ્રેસ (Congress) ના લોકોને ચૂંટણીમાં બેકાર કરી દીધા છે. અમે 2085 રોજગાર મેળા કર્યા છે જેમાં આજે 11000 ના પ્લેસમેન્ટ આપી રહ્યા છીએ. ગુજરાતમાં 25 લાખ મજૂર વસે છે. ગુજરાતમાં વધુમાં વધુ રોજગાર લાવવાનો છે.
સીઆર પાટીલે (CR Patil) જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો છે. સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી છે. સુરતમાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવે છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો છે. રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાત (Gujarat) માં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે