કોંગ્રેસી નેતા મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા : વિજય રૂપાણી
મુખ્યમંત્રી (vijay rupani) એ આજે અબડાસાના ઉમેદવાર માટે પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણી (byelection) માં પ્રચાર શરૂ કર્યો છે. આજે અબડાસા (abdasa) ના ઉમેદવાર માટે તેઓએ જાહેર સભા કરી હતી. તેઓએ કચ્છના નલિયામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનુ ધ્યાનમાં રાખીને જાહેર સભા યોજી હતી. જેમાં બેસવા મટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી. મુખ્યમંત્રી (vijay rupani) એ આજે અબડાસાના ઉમેદવાર માટે પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા.
તેઓએ આ સભામાં કહ્યું કે, પ્રદ્યુમનસિંહ પહેલા ભાજપમાં જ હતા અને હવે ઘરે પાછા આવ્યા છે. કોંગ્રેસવાળા પક્ષપલટાની વાતો કરે છે. જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષ પલટો નહોતો? ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો છે. હવે કોરોનાનો ભય અને રોગ દૂર થાય તેવી માં આશાપુરાને પ્રાર્થના. સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતા. કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રસશાસિત એક રાજ્ય બતાવો જ્યાં 25 ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે ક્યા સારા કામ થયા એ બતાવો તો ખરા. દરિયાનું ખારું પાણી મીઠું કરીને કચ્છમાં પહોંચાડીશું. કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન કરી રહ્યા છીએ. કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે.
કોંગ્રેસને વિશ્વાસઘાતની વાત શોભતી નથી
મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પ્રમુખ અને નેતા વિપક્ષ પર પણ નિશાન સાધ્યુ હતું. તેઓએ કહ્યું કે, વિશ્વાસઘાતની વાત કોંગ્રેસને શોભતી નથી. આ ધારાસભ્યો રાજીનામાં આપીને ફરી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ છે, શંકરસિંહ વાઘેલાને ભાજપમાંથી લઈ જઈને પ્રમુખ બનાવ્યા ત્યારે વિશ્વાસઘાત નહોતો. કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસઘાતની વાતો શોભતી નથી. વિપક્ષ નેતા કહે છે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહિ. એટલે શું એ બધા ગાંડાને ટિકિટ આપે છે. લોકોને પણ ખબર પડી ગઈ છે કોંગ્રેસની નેતાગીરી ગાંડી થઈ ગઈ છે. અમે તમામ 8 બેઠકો જીતીશું. છેલ્લા 3 વર્ષમાં કોંગ્રેસના 15 ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે. એટલે કે તેમના પ્રમુખ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે