લોકડાઉનમાં આ તે કેવી હરકત? વાંકાનેરના મહિલા પોલીસકર્મી અને જવાનનો VIDEO વાયરલ

 હાલ કોરોનાકાળ છે અને પોલીસકર્મીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતા જીવના જોખમે ફરજ નીભાવી રહ્યાં છે ત્યારે ક્યા કારણોસર મહિલા પોલીસકર્મી અને જવાન રાતના સમયે મંદિરે ગયા હતા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. 

લોકડાઉનમાં આ તે કેવી હરકત? વાંકાનેરના મહિલા પોલીસકર્મી અને જવાનનો VIDEO વાયરલ

હિમાંશું ભટ્ટ, મોરબી: લોકડાઉનમાં અડધી રાતે મોરબી જીલ્લામાં મહિલા પોલીસ કર્મી અને પોલીસ જવાન મંદિરે પહોંચ્યા! વાંકાનેરની દિગ્વિજય સોસાયટીના લોકોએ બન્ને પોલીસકર્મીને પક્ડ્યા હોવાની ચર્ચા થઈ છે. વાંકાનેરના પોલીસકર્મીઓનો વિવાદીત વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. હાલ કોરોનાકાળ છે અને પોલીસકર્મીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાતા જીવના જોખમે ફરજ નીભાવી રહ્યાં છે ત્યારે ક્યા કારણોસર મહિલા પોલીસકર્મી અને જવાન રાતના સમયે મંદિરે ગયા હતા તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. 

આ વીડિયો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે આ પકડાયેલા લોકો ઘણા સમયથી આવી રીતે જતા જોવા મળ્યા છે. ગઈ કાલે રાતે જ્યારે આ યુવક અને મહિલા પોલીસકર્મી ત્યાં જોવા મળ્યા તો સ્થાનિક લોકોએ તેમને પકડ્યાં. લોકોના જણાવ્યાં મુજબ યુવક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં નોકરી કરે છે અને યુવતી પણ પોલીસ કર્મચારી છે. હાલ લોકડાઉનનો સમય છે અને આ બંને અવાવરું જગ્યાએ શાં માટે ગયા હતાં તે મોટો સવાલ બનીને ઊભો છે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO 

લોકો જ્યારે યુવતીને પૂછ્યું કે રાતે 10 અગ્યાર વાગે ક્યા જાઓ છો યુવતીએ લોકોને જવાબ આપ્યો હતો કે રાતે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ત્યારે રાતે અગ્યાર વાગે મહિલા પોલીસકર્મી અને પોલીસ જવાન કેમ મંદિરે દર્શન કરવા ગયા હતાં તે લોકો માટે નવાઈનો પ્રશ્ન બન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news