Video: મોરવા હડફના MLA નિમિષા સુથાર થયા ભાવુક, કાર્યકરોની લાગણી જોઇને આંખોમાં આંસુ આવ્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મોરવા હડફ વિધાનસભામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. તેમનો વીડિયો સામે આવ્યો છે. 

Video: મોરવા હડફના MLA નિમિષા સુથાર થયા ભાવુક, કાર્યકરોની લાગણી જોઇને આંખોમાં આંસુ આવ્યા

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: મોરવા હડફ ગ્રામ પંચાયતના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. સ્ટેજ પર સ્પીચ આપવા દરમિયાન ધારાસભ્યની આંખમાં આંસુ આવી ગયા હતા. ધારાસભ્ય નિમિષાબેને ભાવુક થતાં પોતાની સ્પીચ ટૂંકાવી દીધી હતી. મોરવા હડફ વિધાનસભાની બેઠક ઉપર ત્રણવાર વિજયી બનેલા નિમિષાબેન સુથાર કાર્યકરોની અપાર લાગણી અને પ્રેમ જોઈને ભાવુક થયા હતા. 

મોરવા હડફના ધારાસભ્ય થયા ભાવુક
મોરવા હડફ વિધાનસભામાં આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન સ્ટેજ પરથી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ભાવુક થયા હતા. તેમણે સ્ટેજ પરથી ગીત પણ ગાયું હતું. નિમિષાબેન સુધારે 
જો રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે....દુનિયામે ફિર સે હમ ભગવા લહેરાયેંગે.... ગીત ગાયું હતું. આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીતેલા ધારાસભ્ય આ દરમિયાન ભાવુક થયા હતા. તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. 

આમ આદમી પાર્ટીના ગઢમાં ગાબડું
આ કાર્યક્રમ દરમિયાન ભાજપે આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા મોરવા હડફમાં ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટીના 500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડોયા હતા. જેમાં રણજીત સિંહ ચૌહાણ, ભરતસિંહ પટેલ, નૈષધ બારીયા સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આપના કાર્યકરોને ભાજપમાં સામેલ કરાવવામાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર સફળ રહ્યાં છે. તેમણે આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓને તોડી ભાજપમાં સામેલ કરાવ્યા છે. 

મોરવા હડફ વિધાનસભામાં આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની હાજરીમાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news