પ્રમુખ સ્વામી મહોત્સવમાં જાઓ તો વિશાળ એમેઝોનિકા પાન ખાસ જોજો, એમેઝોન જંગલમાંથી લાવવામાં આવ્યા છે

Pramukh Swami Nagar : પ્રમુખ સ્વામી નગરમાં વિક્ટોરિયા એમેઝોનિકા સૌ કોઈના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યુ... આ વિશાળ પાંદડા પર પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા મૂકાઈ છે

પ્રમુખ સ્વામી મહોત્સવમાં જાઓ તો વિશાળ એમેઝોનિકા પાન ખાસ જોજો, એમેઝોન જંગલમાંથી લાવવામાં આવ્યા છે

Pramukh Swami Shatabdi Mahotsav સપના શર્મા/અમદાવાદ : પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ નગરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુઓ છે, જેમાં દરેકમાં કોઈ ને કોઈ સંદેશો આપવામાં આવ્યો છે. ભવ્ય પ્રમુખ સ્વામીનગરમાં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ મંદિરની આજુબાજુ નાનાં સરોવર છે અને એમાં આ પાન તરી રહ્યાં છે. પહેલી નજરે એવું લાગે કે આ પાન પ્લાસ્ટિકનાં હશે, ખોટાં હશે, પણ એવું નથી. આ પાન સાચા છે અને વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી લાવવામાં આવ્યાં છે. આ પાનને ભારતમાં રાજકમલ પણ કહે છે. પણ કમળની ઘણી બધી પ્રજાતિમાંની આ સૌથી મોટી પ્રજાતિ 'વિક્ટોરિયા એમેઝોનિકા' છે. આ છે તો કમળનાં જ પાન, પણ એમેઝોનના જંગલમાં જ ઊગતા આ કદાવર પાન પ્રમુખ સ્વામીનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

એક પાન 25-30 કિલો વજન ઉપાડી શકે છે 
આ પાનની દાંડીઓ જ એની સૌથી મોટી ખાસિયત છે. એક પાન એક દાંડીના આધારે નથી હોતું. પાનની ગોળાઈ મુજબ પાનની નીચેના ભાગે કરોળિયાના જાળાની જેમ દાંડીઓ ગોઠવાયેલી હોય છે. આખું પાન એની ઉપર ઊભું છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે. એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે. અને એટલે જ એક પાન પર ભગવાન સ્વામિનારાયણ અને એક પાન પર પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી અને આ નજારો જોઈને સૌ કોઈ આશ્વર્યચકિત થઈ ગયા. મહત્વનું છે કે, આ પાંદડું 10-15 ફૂટ જેટલું લાબું અને 25-30 કિલો વજન ઉપાડી શકે તેટલી ક્ષમતા હોય છે.

amazonica_zee.jpg

કેવી રીતે આટલુ વજન ખમે છે 
નાનકડા પાન પર પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમા મૂકાયેલી જોઈને સૌ અભિભૂત થઈ ગયા હતા. આ પાન ખાસ એમેઝોનનાં જંગલોમાંથી સંભાળીને લાવવામાં આવ્યાં છે. વિક્ટોરિયા એમેઝોનિકા પ્રજાતિનું કમળનું ફૂલ સંપૂર્ણ ખૂલતાં બે દિવસનો સમય લાગે છે. આ પાનની દાંડીઓ જ એની સૌથી મોટી ખાસિયત છે. એક પાન એક દાંડીના આધારે નથી હોતું.

amazonica_zee3.jpg

પાનની ગોળાઈ મુજબ પાનની નીચેના ભાગે કરોળિયાના જાળાની જેમ દાંડીઓ ગોઠવાયેલી હોય છે. આખું પાન એની ઉપર ઊભું છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે. એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે એટલે કીટકો અને માછલીઓ આ પાનની દાંડીને પાણીની નીચેથી કોતરીને ખાઈ શકતાં નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ સ્વામી નગરમાં કુલ 11 લાખ ફૂલના છોડ લગાવાયા છે. પ્રમુખ સ્વામી નગરને ભવ્ય બનાવવા કોઈ કચાશ રાખવામાં આવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news