ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ રવિવારે ગુજરાતની મુલાકાતે, RCC રોડનું કરશે ખાતમુહૂર્ત
નારીથી અધેલાઇ સુધી 33 કિમીનો રસ્તો બનવાની સાથે અમદાવાદ-ભાવનગરનું અંતર 30 કિમી ઘટી જશે.
Trending Photos
અમદાવાદઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ રવિવાર (12 ઓગસ્ટ) ગુજરાતે પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાવનગર એરપોર્ટથી નારી સર્કલ સુધી રીહર્સલ કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિના હસ્તે નારીથી અધેલાઇ સુધીના 33 કિલોમીટર લાંબા 820 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, તથા રાજ્યપાલ સહિત મંત્રીમંડળ સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી મહુવામાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ કરશે. આ રોડ બનાવાથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે. ઉપરાષ્ટ્રપતિ આગમને પગલે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે.
નારીથી અધેલાઇ સુધી 33 કિમીનો રસ્તો બનવાની સાથે અમદાવાદ-ભાવનગરનું અંતર 30 કિમી ઘટી જશે. અત્યારે અમદાવાદથી ભાવનગર 170 કિલોમીટર થાય છે જે ઘટીને 140 કિમી જેટલું થઈ જશે. આ રોડનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે