વાઇબ્રન્ટ ગુજરાત : રાજ્યનાં પાટનગરમાં સારવાર તો ઠીક ટેસ્ટિંગનાં પણ ફાંફાં

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, સારવાર તો ઠીક ટેસ્ટ માટે પણ રઝળી રહ્યા છે. આ સ્થિતી હવે માત્ર ગામડાઓની નહી પરંતુ રાજ્યનાં પાટનગરની પણ બની છે. ગાંધીનગરમાં હાલ સરકારી ટેસ્ટિંગ સેન્ટર ચાલી રહ્યા છે. જો કે બપોર સુધીમાં તમામ સેન્ટર પર ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે. જેના કારણે લોકો ટેસ્ટિંગથી વંચીત રહે છે. જ્યારે બીજી તરફ ખાનગી લેબોરેટરીઓ દ્વારા સ્ટાફ કોરોના સંક્રમિત થઇ જતા કામકાજ કાં તો બંધ કરી દીધું છે કાં તો કોરોના સિવાયનાં ટેસ્ટ જ થાય છે. જેના કારણે નાગરિકોની સ્થિતી જાયે તો કહાં જાયે જેવી થઇ છે. 
વાઇબ્રન્ટ ગુજરાત : રાજ્યનાં પાટનગરમાં સારવાર તો ઠીક ટેસ્ટિંગનાં પણ ફાંફાં

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, સારવાર તો ઠીક ટેસ્ટ માટે પણ રઝળી રહ્યા છે. આ સ્થિતી હવે માત્ર ગામડાઓની નહી પરંતુ રાજ્યનાં પાટનગરની પણ બની છે. ગાંધીનગરમાં હાલ સરકારી ટેસ્ટિંગ સેન્ટર ચાલી રહ્યા છે. જો કે બપોર સુધીમાં તમામ સેન્ટર પર ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે. જેના કારણે લોકો ટેસ્ટિંગથી વંચીત રહે છે. જ્યારે બીજી તરફ ખાનગી લેબોરેટરીઓ દ્વારા સ્ટાફ કોરોના સંક્રમિત થઇ જતા કામકાજ કાં તો બંધ કરી દીધું છે કાં તો કોરોના સિવાયનાં ટેસ્ટ જ થાય છે. જેના કારણે નાગરિકોની સ્થિતી જાયે તો કહાં જાયે જેવી થઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીમાં થતા આરટીપીસીઆ ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કર્યો  છે. ટેસ્ટનાં ભાવમાં ઘટાડાને કારણે પણ અનેક લેબોરેટરી દ્વારા ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સરકારી ટેસ્ટિંગ સેન્ટર પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સરકાર ટેસ્ટિંગ વધારવાનાં બદલે રોજિંદી રીતે ચોક્કસ ટેસ્ટ જ કરે છે. 

અમદાવાદમાં બનાવાયેલા તમામ ડોમમાં લગભગ બપોર સુધીમાં ટેસ્ટિંગ કિટ ખાલી થઇ જાય છે. પરંતુ કોઇ પણ અધિકારીએ ટેસ્ટિંગ કિટ વધારવાની તસ્દી લીધી નથી. રોજિંદી રીતે જ કિટ ખાલી થઇ જાય અને સવારથી લાઇનમાં ઉભેલા લોકોને નિરાશ થઇને પરત ફરવું પડે છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. લોકો હાલ ગુજરાતમાં ટેસ્ટ માટે પણ ટળવળી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news