અમદાવાદ કરતા પણ ખતરનાક તપ્યા ગુજરાતના બે શહેરો : ગરમીથી એક જ દિવસમાં 15ના મોત
Heat Stroke Death In Gujarat : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે ગુજરાતના ત્રણ મોટો શહેરોમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે, માત્ર વડોદરામાં જ 9 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તો સુરતમાં 6 ના મોત થયા છે
Trending Photos
Heat Stroke In Gujarat : ગુજરાતમાં આકરી ગરમી હવે લોકોના ભોગ લઈ રહી છે. રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે શુક્રવારે 17 લોકોના મોત નિપજ્યા છે. જેમાં સુરતમાં 6, વડોદરામાં 9 અને અમદાવાદમાં 2 મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ 31 લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.
અમદાવાદમાં હીટસ્ટ્રોકથી 2 ના મોત
રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી બેના મોત નિપજ્યા છે. અમદાવાદમાં હિટ સ્ટ્રોકના કારણે બે દર્દીઓના એક દિવસમાં મોતનો આંકડો સામે આવ્યો છે. હાલ અમદાવાદમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. શુક્રવારે 35 અને 55 વર્ષીય દર્દીઓના એક જ દિવસમાં સારવાર દરમિયાન મોત થયા હતા. એક દર્દીને 104 ડીગ્રી તાપમાન સાથે દાખલ કરાયા હતા, તો અન્ય દર્દીને 105 ડીગ્રી સાથે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં કુલ 41 દર્દીઓ દાખલ છે, જેમાંથી 10 દર્દીઓની હાલત ગંભીર છે.
વડોદરામાં વધુ 9 લોકોના મોત, કુલ મોત 31
વડોદરા શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પહેલીવાર વડોદરા શહેરમાં હીટ સ્ટ્રોકથી મોતનો આંકડો વધી રહ્યો છે. ગભરામણ, હાર્ટ એટેક, હીટસ્ટ્રોક સહિતના કારણે શુક્રવારે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે 26મી મે સુધી હીટવેવની આગાહી કરી છે. માહિતી અનુસાર, શુક્રવારે જીઈબીના લાઇન ઇન્સ્પેક્ટર, માંજલપુરના વૃદ્ધ ઘરમાં જ ઢળી પડયા, તાલુકા પોલીસમાં ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ, બકરી માટે પાલો તોડવા ગયેલા યુવકની તબિયત અચાનક બગડયા બાદ મોત નિપજ્યું હતું.
મૃતકોની યાદી
- રાજેન્દ્રભાઈ કાળુભાઈ બારિયા
- સુરેશભાઈ મંગળભાઈ વસાવા
- અનીલ હોટચંદ રાજપાલ
- પિયુષ રામબાબુ સોની
- મહેન્દ્ર ભાણાભાઈ - હેડ કોન્સ્ટેબલ
- મકબુલ હસણભાઈ પટેલ
- મીનાબહેન જયેશભાઈ દરબાર
સુરતમાં 6 લોકોના મોત
સુરતમાં ગરમીનો પ્રકોપ અને લોકોના મોતનો સિલસિલો યથાવત છે. કાળઝાળ ગરમી વચ્ચે બેભાન થવાથી 6 લોકોના મોત નિપજ્યા છે. કતારગામમાં યુવાન હવા ખાવા બહાર ઓટલા ઉપર બેઠો અને તરત જ ઢળી પડ્યો. આરોગ્ય વિભાગની લોકોને અપીલ કરી છે કે, બપોરે 12 થી 5 ઘરની બહાર કામ વગર ના નીકળો. ગર્ભવતી અને નાના બાળકોને પણ ઘરમાં જ રહેવા સલાહ અપાઈ છે.
વૃદ્ધોની સૌથી વધુ અસર
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.
છેલ્લા 10 વર્ષના ડેટા મુજબ હીટવેવથી 30 ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. જણાવી દઈએ કે, 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
રેડ/ઓરન્જ એલર્ટ દરમ્યાન આટલું કરો
- શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે.
- દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.
- સફાઇ કામદારોને બપોરના ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામ ન કરવા દેવા સુચના આપેલ છે.
- તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે.
- શહેરની હોસ્પિટલોમાં હીટ રીલેટેડ સારવારની વ્યવસ્થા ઉપલ્બધ છે.
જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવો
આ છે હીટવેવના લક્ષણો
- માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
- શરીરનું તાપમાન વધી જવુ
- ખુબ તરસ લાગવી
- પરસેવો, પેશાબ ન થવો
- ચામડી લાલ,સુકી થવી
- ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
- આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
- મુંઝવણ થવી
- ખેંચ આવવી.
- સ્નાયુઓમાં દુખાવો થવો
- ખૂબ પરસેવો અને અશક્તિ આવવી.
- અળાઇઓ નીકળવી.
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય
અતિશય ગરમીથી બચવા નગરજનોને નીચે મુજબ ઉપાય કરવા સુચવવામાં આવે છે
- હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
- ખુબ પાણી પીવુ
- સફેદ, સુતરાઉ કપડા પહેરવા
- છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
- લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
- બહારનું ખાવાનુ ટાળવું.
- ઉપવાસ ટાળવો.
- ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
- બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
- તાજા ફળો અને શાકભાજી ખાવા.
- તીખું ખાવાનુ ટાળવું.
- આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું.
- ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ.
- કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો.
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
- નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
ગરમીએ કહેર વર્તાવ્યો
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે