સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત

સૌથી મોટા સમાચાર, ‘વાયુ’એ દિશા બદલી, હવે નહિ ટકરાય ગુજરાતમાં

જાવેદ સૈયદ/અમદાવાદ :વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) June 13, 2019

સેટેલાઈટ તસવીરો પ્રમાણે વાવાઝોડુ દિશા બદલાઈ રહ્યું છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડાં ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.

રાજ્યના તમામ બંદર પર લાગ્યું 9 નંબરનું સિગ્નલ, 2.75 લાખથી વધારે લોકોનું સ્થળાંતર

આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે. 

— ANI (@ANI) June 13, 2019

સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, જેને પગલે હવે વાયુની અસર 10 જિલ્લાઓને નહિ થાય. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. પણ વાવાઝોડુ દરિયામાંથી જ પસાર થઈ જશે, પણ કાંઠે નહિ અથડાય. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.

— ANI (@ANI) June 13, 2019

હવામાન એક્સપર્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગીર-સોમનાથ, જુનાગઢ, દીવ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. તેથી આ વિસ્તારોમાં તો વાવાઝોડાની અસર છે. ભારેથી અતિભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે. સાઉથ ગુજરાતમાં થોડો વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નહિ દેખાય, અહીં વાદળછાયુ વાતાવરણ રહેશે. 

— ANI (@ANI) June 13, 2019

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ‘વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેરા કર્યું હતું. વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું હતું. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. વાવાઝોડું 13 જૂનના રોજ સવારને બદલે બપોરે ત્રાટકી શકે છે તેવા સમાચાર આવ્યા હતા, પરંતુ હવે તો વાયુ ટકરાવાનું જ નહિ, જેથી લોકોની સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news