Vansda Gujarat Chutani Result 2022 વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલની ભવ્ય જીત, કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ફતેહ કરી 

Vansda Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Vansda Gujarat Chutani Result 2022 વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલની ભવ્ય જીત, કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ફતેહ કરી 

Vansda Gujarat Chutani Result 2022: વાંસદા ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે તેનું નામ વાંસદા પડયું હતું. કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.વાંસદા બેઠક પર કોંગ્રેસે બૂથ પર યુથની રણનીતિ થકી ભાજપને જંગી બહુમતીથી ધોબી પછાડ આપવા કમર કસી છે. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. અગાઉ વાંસદા-ડાંગ વખતે અને ત્યારબાદ ડાંગ અને વાંસદા વિધાનસભા અલગ થયા બાદ પણ વાંસદા પર કોંગ્રેસ જ જીતતી આવી છે.

નવસારી જિલ્લો
 વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલની જીત
બેઠક : વાંસદા
રાઉન્ડ : 23
પક્ષ : કોંગ્રેસ આગળ  
મત :  32580 મતથી આગળ

2022ની ચૂંટણી
2022 ભાજપે પિયુષ પટેલને મેદાને ઉતાર્યા છે ત્યારે ફરી કોગ્રેસે તેનો ચહેરો અનંત પટેલને  રીપીટ કર્યા છે અને આપે પકંજ પટેલને ટિકિટ આપી છે.

2017ની ચૂંટણી
2017માં ફરી રિપિટ થીયરી અપનાવીને કોગ્રેસે અનંત પટેલને ટિકિટ આપી અને તેમની જીત થઈ હતી ભાજપે ગણપત મ્હાલાની હાર થઈ હતી.

2012ની ચૂંટણી
2012માં છનાભાઈ ચોધરીને કોગ્રેસે ટીકિટ આપી હતી જ્યારે ભાજપે નરેશ પટેલને ટિકિટ આપી હતી જેમાં કોગ્રેસની જીત થઈ હતી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news