ગુજરાતની સિંગર વૈશાલી હત્યા કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, સોપારીના પૈસા મોંઘા ટેટૂ પાછળ વાપર્યા
દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: ચકચારી સિંગર વૈશાલીની હત્યામાં વલસાડ જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. વલસાડ પોલીસે વૈશાલીને ગળું દબાવી હત્યા કરનાર કોન્ટ્રાક્ટ કિલરને પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કોન્ટ્રાક્ટ કિલરને હત્યા કરવા માટે 2.75 લાખ રૂપિયા મળ્યા હતા. આરોપીએ કઈ રીતે વૈશાલીની હત્યા કરી?
દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી, જે બાદ પી.એમ રિપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા 8 જેટલી ટીમ બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલી અને હત્યાની સોપારી આપનાર મિત્ર બબીતાની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં રાજ્ય બહારથી કોન્ટ્રાક્ટ કિલરો બોલાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્રારા કોન્ટ્રાક્ટ કિલરોને પકડવા માટે રાજ્ય બહાર બે જેટલી ટીમ કામ કરી હતી.
જે દરમિયાન વલસાડ પોલીસે બે કોન્ટ્રાક્ટ કિલરને પંજાબ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં વલસાડ જિલ્લા પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે. પંજાબ ખાતેથી વૈશાલીનું ગળું હત્યા કરનાર આરોપી પ્રવીણ સિંહ ઉર્ફે પીનીની ધરપકડ કરી છે. વલસાડ પોલીસે વૈશાલીની હત્યા કરનાર તમામ આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ગાયિકા વૈશાલી મર્ડર કેસમાં વલસાડ જિલ્લા પોલીસે પંજાબથી પ્રવીણ સિંહ ઉર્ફે પીની નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્વારા વૈશાલીને મારી નાખવાની સોપારી લેવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી છે, સાથે આરોપી વૈશાળીનું ગળામાં મફલર નાખી હત્યા કરાઈ હોવાની કબૂલાત કરવામાં છે. આરોપીને હત્યા કરવા માટે 2.75 લાખ રૂપિયા મળ્યા હતા.
આરોપી દ્વારા હત્યા કર્યા બાદ મળેલા પૈસાથી આરોપીઓ દ્વારા મોંઘી ચીજવસ્તુઓ ખરીદવામાં આવી છે, સાથે હાથ ઉપર મોંઘા ટેટુ પડાવવામાં આવ્યા છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી પંજાબ ખાતે કોઈ પણ કામ ન કરતા હોવાનું સામે આવ્યું છે, સાથે આ ગુનાના પોલીસને તમામ પુરાવાઓ મળી આવ્યા છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી મિત્ર બબીતા અને 3 કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી વૈશાલી મર્ડર કેસનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય બહાર કામગીરી કરીને ત્રણ જેટલા કોન્ટ્રાક્ટ કિલરને પકડી પાડવામાં આવ્યા છે, અને વૈશાલીની હત્યામાં સામેલ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય બાબત એ છે કે વૈશાલીની હત્યાની માસ્ટર માઇડ બબીતા એ બાળકીને જન્મ આપતા હાલ નામદાર કોર્ટ દ્વારા એક મહિનાના જામીન આપ્યા છે. જામીન પૂર્ણ થયા બાદ બબીતા પર ફળી એક વખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જુઓ આ પણ વીડિયો:
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે