વલસાડઃ આર.આર.સેલની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું, 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ કબજે

  વલસાડઃ આર.આર.સેલની ટીમે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું, 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ કબજે

વલસાડઃ શહેરમાં આવેલી વંશ હોટલ પર ચાલતું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આર.આર સેલની ટમે બાતમીના આધારે રેડ કરીને આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. 3 ટેન્કર અને 1 ટેમ્પા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આનવી છે. કેમિકલ માફિયા દ્વારા ટ્રકના ચાલક અને ક્લિનર સાથે મળીને કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. PTA પાઉડર ભરીને હજીરાથી સેલવાસ જતા ટેન્કરોમાંથી ચોરી કરવામા આવતી હતી. આર આર સેલની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરતા જ કેમિકલ માફિયાઓ ફરાર થઈ ગયા છે. આ દરોડામાં કુલ 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ કરતા જ આરોપીઓ ભાગી છુટ્યા હતા. જો કે પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news