વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સને એક નેતાને ફોન પર જવાબ આપ્યો, ‘તમારી દીકરી હોત તો?’

હાલ વડોદરાનો હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ ચર્ચામાં છે. અશોક જૈન અને રાજુ ભટ્ટની રાજકીય વગને કારણે આ કેસમાં અનેક લોકો જોડાયા છે. બળાત્કાર કેસમાં અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા તજવીજ હાથ ધરાઈ છે. તો બીજી તરફ, અશોક જૈનની મિલકતો ટાંચમાં લેવા પોલીસ વોરંટ મેળવશે. આ ઉપરાંત પીડિતાએ સ્પાય કેમેરો પોલીસ સમક્ષ રજુ કર્યો છે. જેમાં ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા છે. પરંતુ આ મામલે હવે રાજકીય વગ ધરાવતા લોકો સામેલ થયા છે. મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સનને 2 નેતાઓએ દબાણ કરતા કહ્યું, ‘હવે બહુ થયું, મામલો પૂરો કરો. ત્યારે ચેરપર્સને જવાબ આપતા કહ્યુ કે, ‘તમારી દીકરી હોત તો?’
વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સને એક નેતાને ફોન પર જવાબ આપ્યો, ‘તમારી દીકરી હોત તો?’

ઝી મીડિયા/બ્યૂરો :હાલ વડોદરાનો હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ ચર્ચામાં છે. અશોક જૈન અને રાજુ ભટ્ટની રાજકીય વગને કારણે આ કેસમાં અનેક લોકો જોડાયા છે. બળાત્કાર કેસમાં અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા તજવીજ હાથ ધરાઈ છે. તો બીજી તરફ, અશોક જૈનની મિલકતો ટાંચમાં લેવા પોલીસ વોરંટ મેળવશે. આ ઉપરાંત પીડિતાએ સ્પાય કેમેરો પોલીસ સમક્ષ રજુ કર્યો છે. જેમાં ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા છે. પરંતુ આ મામલે હવે રાજકીય વગ ધરાવતા લોકો સામેલ થયા છે. મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સનને 2 નેતાઓએ દબાણ કરતા કહ્યું, ‘હવે બહુ થયું, મામલો પૂરો કરો. ત્યારે ચેરપર્સને જવાબ આપતા કહ્યુ કે, ‘તમારી દીકરી હોત તો?’

આરોપીઓને બચાવવા અન્ય લોકોના ધમપછાડા
વડોદરાના હાઈપ્રોફાઈલ કેસમાં હવે અનેક લોકોના નામ ધીરે ધીરે ખૂલી રહ્યા છે. ત્યારે હવે આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, રાજકીય વગર ધરાવનારા હવે આ કેસમાં તૂટી પડ્યા છે. આ કેસમાં રાજ્યની મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભના રાવલે કહ્યું કે, તેમના બે રાજકીય વગ ધરાવતા નેતાઓના આ કેસને પૂરો કરવા ફોન આવ્યો હતો. સાથે જ સમાધાન કરવા પણ કહ્યું હતું. આ નેતાઓએ શોભનાબેનને કહ્યુ હતું કે, ‘ હવે બહુ થયું મામલો પુરો કરો.’ ત્યારે શોભનાબેને તેમને જવાબ આપતા કહ્યું હતું કે, જો તમારા ઘરની છોકરીઓ સાથે આ પ્રકારની ઘટના બની હોત તો તમે શું કરો?

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મ કેસમાં આરોપીઓને પકડવા 7 ટીમો બનાવી છે, સાથે જ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ બહાર કાઢી દેશભરના એરપોર્ટ પર જાણ કરી છે. વડોદરા પોલીસ કમિશનરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે, જેમાં સતત બીજા દિવસે પણ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછનો દોર ચાલુ રાખ્યો. ક્રાઈમ બ્રાન્ચે પીડિતા યુવતીની સતત ત્રણ કલાક પૂછપરછ કરી છે. સાથે જ પીડિતા યુવતી જે હાર્મની હોટેલમાં સૌપ્રથમ રોકાઈ હતી તેના મેનેજરની પણ પૂછપરછ કરી. તેમજ પીડતા જે નિસર્ગ ફ્લેટમાં રોકાઈ હતી તેના માલિક રાહિલ જૈનની પણ પૂછપરછ કરી, સાથે જ આરોપી અશોક જૈનની મર્સિડીઝ સહિત બે લક્ઝરીયસ કાર પણ કબ્જે કરી છે. 

દુષ્કર્મ કેસમાં આરોપીઓ ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર છે, ત્યારે આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ હાજર થયો હોવાની અફવા ઉડી હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ કહ્યું કે હજી સુધી એક પણ આરોપી પકડાયા નથી. આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ 7 ટીમો કામે લાગી છે, જેમાં આરોપીઓના આશ્રય સ્થાનો, ઑફિસ, સંબંધીઓના ઘરે, અમદાવાદ એરપોર્ટ પર, તેમજ રાજ્ય બહાર તપાસ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news