T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પર 'આભ તૂટી પડ્યું', સૌથી મોટો મેચ વિનર ખેલાડી જ મુસીબતમાં!

ટી20 વર્લ્ડ કપ 2021 આગામી મહિનેથી યુએઈ અને ઓમાનમાં રમાનાર છે. આ વર્લ્ડ કપ જીતવા માટે ટીમ ઈન્ડિયા સૌથી મોટી દાવેદાર ટીમ ગણાઈ રહી છે.

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પર 'આભ તૂટી પડ્યું', સૌથી મોટો મેચ વિનર ખેલાડી જ મુસીબતમાં!

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2021 આગામી મહિનેથી યુએઈ અને ઓમાનમાં રમાનાર છે. આ વર્લ્ડ કપ જીતવા માટે ટીમ ઈન્ડિયા સૌથી મોટી દાવેદાર ટીમ ગણાઈ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ 24 ઓક્ટોબરના રોજ પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનનો સામનો કરશે. પરંતુ આ ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટી મુસીબત આવી ગઈ છે. 

સૌથી મોટો મેચવિનર ખેલાડી ફિટ નથી
ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી ગણાતો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ફિટ નથી અને તેની ફિટનેસ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. હાર્દિક પંડ્યા આઈપીએલ 2021ના બીજા ફેઝની બંને મેચો રમી શક્યો નથી ત્યારબાદ તેની ફિટનેસ પર સવાલ ઉઠ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ ટેન્શનમાં છે કે આખરે આ ધાકડ ખેલાડીને શું થયું છે. આ જ કારણ છે કે આઈપીએલ શરૂ થયા બાદ મુંબઈ પોતાની બંને મેચ હાર્યું છે. 

વર્લ્ડ કપમાં આવી શકે છે મોટી મુશ્કેલી
હાર્દિક પંડ્યા ફિટ ન હોવાના કારણે ટીમ ઈન્ડિયાને આગામી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં મુશ્કેલી પડી શકે છે. વાત જાણે એમ છે કે હાર્દિક હાલમાં જ પૂરા થયેલા શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ખરાબ ફોર્મમાં હતો. તેણે એકવાર ફોર્મમાં પાછા ફરવા માટે આઈપીએલમાં રમવું ખુબ જ જરૂરી છે પરંતુ તેની ફિટનેસના પગલે બંને મેચમાં તે મેદાનમાં ઉતરી શક્યો નહીં. આવામાં ભારતીય ક્રિકેટ ટીમની સામે મોટી મુશ્કેલી આવી છે. 

આગામી મેચ અંગે આવ્યા અપડેટ
મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ નિદેશક ઝાહિર ખાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે મહત્વની વાત કરી છે. ઝહિર ખાને પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે પ્રેક્ટિસ સેશન કરીશું અને જોઈશું ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈશું. હાર્દિકે અભ્યાસ શરૂ કર્યો છે અને હાલ અમે તમારી સાથે આ જ વાત શેર કરી શકીએ છીએ. અમને આશા છે કે તે ફિટ હશે અને આરસીબી વિરુદ્ધ મહત્વની મેચમાં સામેલ થશે. 

ઉઠી રહ્યા છે સવાલ
ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે આગામી મહિને યુએઈ અને ઓમાનમાં શરૂ થનારી આઈસીસી ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તેની ફિટનેસ પર સવાલ ઉઠ્યા હોવા છતાં ભારતીય ટીમમાં પસંદગી કરવા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. 

પંડ્યાએ માંડ બોલિંગ કરેલી છે
ગત વર્ષ પીઠના ઓપરેશન બાદ હાર્દિક પંડ્યાએ માંડ માંડ ક્યારેક બોલિંગ કરી છે. તે આઈપીએલની સતત બે મેચોમાં રમી શક્યો નહીં. પરંતુ બાન્ડે કહ્યું કે આ ઓલરાઉન્ડર સારો અભ્યાસ કરી રહ્યો છે અને તેને ટુર્નામેન્ટમાં છેલ્લી મેચોમાં તક મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news