રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ ચેતી જજો, ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ

પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાયા છે. CCTV વગરના સ્થળ પર પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. રોંગ સાઈડમાં વ્હીકલ ચલાવનાર, ચાલુ વાહને ફોન પર વાતચીત કરનાર સહિતના ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા દંડાશે.

રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ ચેતી જજો, ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ

ઝી બ્યુરો/વડોદરા: આજથી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ થઈ છે. પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાયા છે. CCTV વગરના સ્થળ પર પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. રોંગ સાઈડમાં વ્હીકલ ચલાવનાર, ચાલુ વાહને ફોન પર વાતચીત કરનાર સહિતના ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા દંડાશે. નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને કેટલાક શખ્સો બેફામ રીતે વાહન હંકારે છે અને અકસ્માત સર્જીને નિર્દોષ લોકોનો જીવ લે છે. ત્યારે હવે વડોદરા શહેર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ બે, પાંચ કે દસ દિવસની ટ્રાફિક ડ્રાઈવથી લોકો નિયમનું પાલન કરતા થઈ જશે? ટ્રાફિક પોલીસ રોજે ટ્રાફિકના નિયમનું કડક રીતે પાલન કરાવે તેવી માગ ઉઠી છે.

તે ઉપરાંત CCTV વગરના 23 સ્થળો પર પણ પોલીસ કાર્યવાહી કરશે. આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાશે. વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણામાં જ સરકારની તિજોરી છલકાઈ છે. રજિસ્ટ્રેશન,લાઇસન્સ,વીમા, પીયૂસી વગર વાહન ચલાવવા જેવા કેસમાં કાર્યવાહી થઇ છે. નાગરિકોએ લાઇસન્સ, પીયુસી, વીમો, રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવા તેમજ રોડ સેફ્ટીનું ઉલ્લંઘન કરવા સહિતના વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કહેવા પ્રમાણે, ઓવરલોડ, ઓવરડાઈમેન્શન, રજિસ્ટ્રેશન, ફિટનેસ, લાયસન્સ, વીમા, પીયુસી વગર વાહન ચલાવવું તદુપરાંત રોડ સેફ્ટી સંબંધિત ગુનાઈત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3.12 લાખથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે જ્યારે 6,381 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news