PM મોદીએ જે શૌર્યજીતના વખાણના પુલ બાંધ્યા હતા, તેણે નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

National Games 2022 : વડોદરાના શૌર્યજીત ખરે એવો ખેલાડી છે જેણે 36મી નેશનલ ગેમ્સ 2022માં મલખમ પ્લેયર તરીકે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. પોલ મલખમ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે ગુજરાતનું નામ રોશન કર્યું. શૌર્યજીતના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. જે પિતાના નિધનના 10 મા દિવસે જ સ્પર્ધામાં ઉતર્યો હતો
 

PM મોદીએ જે શૌર્યજીતના વખાણના પુલ બાંધ્યા હતા, તેણે નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદ :10 વર્ષની ઉંમરમાં એક ગુજરાતી છોકરાએ એવી કમાલ કરી કે, પીએમ મોદી પણ તેના પર આફરીન આફરીન થઈ ગયા. પીએમ મોદીએ ટ્વીટ કરીને તેના વખાણના પુલ બાંધ્યા. 10 વર્ષના કિશોર માટે પિતાને ગુમાવવા એટલે મોટું દુખ કહેવાય. આ દુખમાં પણ ગુજરાતમાં ચાલી રહેલા 36 માં નેશનલ ગેમ્સમાં ઉતરવું અને રમવું તે કાબિલેદાદ છે. ત્યારે તેની આ ખેલદિલીએ પીએમ મોદીનું દિલી જીતી લીધું. ખુદ પ્રધાનમંત્રી મોદીએ શૌર્યજીતનો વીડિયો શેર કર્યો અને તેને અસલી સ્ટાર ગણાવ્યા. ત્યારે શૌર્યજીતે પોલ મલખંભ ગેમ્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  

10 વર્ષનો શૌર્યજીત શુક્રવારે જ્યારે નેશનલ ગેમ્સમાં મલખંભની ગેમમાં રમવા ઉતર્યો ત્યારે કોઈને ખબર ન હતી કે તે કેવી સ્થિતિમાં મેદાનમાં ઉતર્યો છે. તેના ચહેરા પર મુસ્કાન હતી, પરંતું આંખોમાં પિતાને ગુમાવવાનુ દર્દ હતું. તેના ચહેરા પર મુસ્કાન હતી, પરંતું આંખોમાં પિતાને ગુમાવવાનુ દર્દ હતું. 30 સપ્ટેમ્બરના રોજ તેના પિતાનું નિધન થયું હતું. તે સમયે તે નેશનલ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પિતાનુ સપનુ સાકાર કરવા માટે તે નેશનલ ગેમ્સમાં ઉતર્યો. તેની માતા સુનીતા ખરેએ તેને સપોર્ટ કર્યો. તેણે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો, અને સૌનું દિલ જીતુ લીધું.

તેણે નેશનલ ગેમ્સમાં મલખંભમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેથી તાળીના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો. તેણે બધાને પ્રભાવિત કર્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે હવે તેણે નેશનલ ગેમ્સ 2022માં 10 વર્ષની સૌથી નાની ઉંમરમાં બ્રોન્ઝ જીત્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

વડોદરાનો છે શૌર્યજીત
શૌર્યજીત વડોદરાના મરાઠી પરિવારમાંથી આવે છે. તે ભવન્સ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે. તેના પિતા કેબલ ઓપરેટરનુ કામ કરતા હતા, અને અઠવાડિયા પહેલા જ તેમનું નિધન થયુ હતું. શૌર્યજીત છેલ્લા 6 વર્ષથી મલખમની પ્રેક્ટિસ કરે છે. પિતાના નિધનથી નાનકડો શૌર્યજીત માનસિક રીતે તૂટી ગયો હતો. માતા સુનિતા ખરે અને કોચ જીત સપકાળની હિંમતથી તે નેશનલ ગેમ્સમાં મેદાનમાં ઉતર્યો હતો. 

ફાઈનલ રમશે
શુક્રવારે અમદાવાદના સંસ્કારધામ ખાતે યોજાયેલા મલખમના પ્રથમ રાઉન્ડમાં શૌર્યજીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેના બાદ તેના ચારેતરફ વખાણ થયા, અને ખુદ પીએમ મોદીએ તેને સ્ટાર કહ્યો. ઉલ્લેખનીય છે કે, શૌર્યજીતે નેશનલ ચેમ્પિયનશીપમાં બે કાંસ્ય પદક પણ જીત્યાં છે. 

પિતાનું સપનુ સાકાર કરવું છે
શૌર્યજીતનું કહેવુ છે કે, મારા પિતાએ મને મલખંભ રમવા માટે પ્રેર્યો હતો. હું છેલ્લાં 6 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો છું. મને શરૂઆતમાં મુશ્કેલભર્યુ લાગ્યુ હતું. પરંતુ હું પિતાની ઈચ્છા પૂરી કરીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news