સ્વામીનારાયણ સાધુના બફાટ મુદ્દે વડોદરાના સંતનો પ્રબોધ સ્વામી પર કટાક્ષ
પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આનંદસાગરના વાણીવિલાસ મામલે વડોદરાના સંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણી કરવી ભારે પડી છે. ભગવાન શિવ વિશે ટિપ્પણી કરતા શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ સાથે પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આનંદસાગરના વાણીવિલાસ મામલે વડોદરાના સંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું છે.
આનંદસાગર સ્વામીના વાણીવિલાસ મામલે વડોદરાના સંત જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, 'સાધુએ બફાટ નહીં પરંતુ પ્રબોધ સ્વામીની ચાપલૂસી કરી' છે. 'ભગવાન શિવનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય'. આનંદસાગર સાથે પ્રબોધ સ્વામી પણ ગુનેગાર છે. પ્રબોધ સ્વામી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો કેસ નહીં થાય તો અમે રોડ પર ઉતરીશું. અમે પ્રબોધ સ્વામી કે અન્ય કોઈને સંત ગણતા નથી. પોતાની દુકાન ચલાવવા માટે સમાજને નુકસાન કરે છે.
આ પણ વાંચો:- ચૂંટણી ટાણે સરકારનું 'જય જવાન જય કિસાન': ખેડૂતોની માગ કરશે પૂરી, પોલીસે નહીં કરવું પડે એફિડેવિટ
તો બીજી તરફ આનંદસાગર સ્વામી દ્વારા શિવજી અંગે કરાયેલ વિવાદાસ્પદ નિવેદનને ગઢડા ગોપીનાથ મંદિરના ચેરમેને વખોડ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવન દાસજી સ્વામી છે. આનંદસાગર સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નથી જો તે સંત હોય તો તેમને શિક્ષા પત્રીનું નોલેજ હોવું જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે મને દુ:ખ થાય છે કે, કોઈ પણ દેવ-દેવીનું અપમાન થાય તેવું વર્તન ન કરવું જોઈએ, શિવજીનું સંપૂર્ણ આદર છે. સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં શિવજીને આદર અપાય છે અને શિવલીંગ આવેલા છે.
આનંદસાગર સ્વામીએ શું કહ્યું...
વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ... એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે