બળાત્કારીઓના સ્કેચ લઈને ફરતી વડોદરા પોલીસના હાથે 48 કલાક બાદ પણ કંઈ ના લાગ્યું

વડોદરામાં ત્રણ દિવસ વિતવા છતાં સગીરાના દુષ્કર્મીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આખા શહેરમાં આરોપીઆના સ્કેચ લગાવ્યા છે. વડોદરામાં ત્રણ દિવસ થઈ ગયા પણ હજુ સગીરાના દુષ્કર્મીઓ ફરાર છે. એક પણ આરોપીનો કોઈ અતોપતો નથી. સ્થાનિક પોલાસે આરોપીઓના સ્કેચ તૈયાર કરીને રાવપુરા, દાંડિયા બજાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારોમાં સ્કેચ ચોંટાડવામાં આવ્યા છે. સાથે પોલીસે કુલ 22 ટીમને બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પણ હજી સુધી પોલીસના હાથમાં કઈ લાગ્યું નથી. 

બળાત્કારીઓના સ્કેચ લઈને ફરતી વડોદરા પોલીસના હાથે 48 કલાક બાદ પણ કંઈ ના લાગ્યું

અમદાવાદ :વડોદરામાં ત્રણ દિવસ વિતવા છતાં સગીરાના દુષ્કર્મીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આખા શહેરમાં આરોપીઆના સ્કેચ લગાવ્યા છે. વડોદરામાં ત્રણ દિવસ થઈ ગયા પણ હજુ સગીરાના દુષ્કર્મીઓ ફરાર છે. એક પણ આરોપીનો કોઈ અતોપતો નથી. સ્થાનિક પોલાસે આરોપીઓના સ્કેચ તૈયાર કરીને રાવપુરા, દાંડિયા બજાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારોમાં સ્કેચ ચોંટાડવામાં આવ્યા છે. સાથે પોલીસે કુલ 22 ટીમને બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પણ હજી સુધી પોલીસના હાથમાં કઈ લાગ્યું નથી. 

રાજકોટ પોલીસે 24 કલાકની અંદર આરોપીને પકડ્યો
રાજકોટ પોલીસે 8 વર્ષની બાળકીના અપહરણ અને બળાત્કાર કેસમાં 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડ્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા ટીમ બનાવીને તાત્કાલિક દોડાવવામાં આવી હતી. તો બીજી તરફ, સીસીટીવીનું પણ સઘન ચેકિંગ કરાયુ હતું. જેથી ગણતરીના કલાકારોમાં આરોપી રાજકોટ પોલીસની પકડમાં આવી ગયો હતો. ત્યારે વડોદરા પોલીસ હજી પણ બંને આરોપીઓની પકડથી દૂર છે. 

મોસ્ટ વોન્ટેડ રેપિસ્ટના ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા
ગેંગરેપની ઘટનાને અંજામ આપનાર રેપિસ્ટના પોસ્ટર્સ વડોદરા પોલીસ દ્વારા ઠેરઠેર લગાવવામા આવ્યા છે. તેમજ દુષ્કર્મીઓના માથા પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ મૂકાવમાં આવ્યું છે. પરંતુ હજુ સુધી પોલીસ આરોપીઓને પકડી શકી નથી. તો બીજી તરફ, ઈનામની જાહેરાત થયા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોનની સંખ્યા વધી ગઈ છે. જોકે, વડોદરા પોલીસ આ તમામ ફોનકોલ્સને ગંભીરતાથી લઈ રહી છે. જે માહિતી મળે ત્યાં સ્થળ પર જઈને પૂછપરછ અને તપાસ કરી રહી છે. 

વડોદરા પોલીસે સગીરાને સાથે રાખીને ઘટના સ્થળે લઈ ગઈ હતી, અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેથી હાલ પીડિતાને સયાજી હોસ્પિટલમાં જ રાખવામાં આવી છે. બીજી તરફ, પોલીસ દ્વારા પીડિતાને પૂરતુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news